GSTV
Ahmedabad ગુજરાત

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે.રખડતા ઢોર દ્વારા લોકો પર હુમલાના કિસ્સા પણ વધી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

અમદાવાદનાં માર્ગો પર વાહનોની સાથે સાથે રખડતા ઢોર પણ જોવા મળે છે. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ આ સમસ્યા બધે જ જોવા મળે છે.
આ સમસ્યાની નોંધ થોડા મહિના પહેલા સી આર પાટીલ દ્વારા લેવામાં આવી અને ત્યારબાદ તંત્રએ ટીમની સંખ્યા વધારી.૧૩ ટીમ કરવામાં આવી.
જે ત્રણ સિફ્ટમાં કામગીરી કરે છે પણ હજુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. કૉર્પોરેશન દ્વારા રોજના સરેરાશ ૪૦ થી ૪૫ ઢોર પકડવામાં આવે છે.પરંતુ પરિસ્થિતીમાં હજુ કોઇ ફેર પડ્યો નથી

તંત્ર એ કરેલી કામગીરી પર નજર કરીએ તો ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોરને પકડવામાં આવ્યા છે. જેમાં પશુ માલિક પાસેથી ૧.૪ કરોડની વસૂલાત કરવામાં આવ્યો. જ્યારે ૧૦૮૫ લોકો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. પરંતુ કરૂણતાની વાત એ છેકે પશુપાલક અને પશુઓની આોળખ માટેની આર એફ આઈ ડી ની ચિપ લગાવાની કામગીરી ગોકળ ગતિએ ચાલે છે. ચીપ લગાવવાની કામગીરી બે વર્ષ પહેલાં પૂર્ણ કરવાની હતી જે હજુ પૂર્ણ થઈ નથી.
૬૭૦૦૦ પશુ પૈકી ૫૫૨૦૦નું ટેગીંગ થયું છે. ૧૨૦૦૦ ની કામગીરી હજુ બાકી છે. જ્યારે તંત્ર રખડતા ઢોરને પકડવાની કામગીરી ને વેગ મળ્યો હોવાની વાત કરે છે.

રખડતી ગાયોને લઈ ભૂતકાળમાં હાઇકોર્ટ દ્વારા તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.તત્કાલિન કમિશ્નર વિજય નહેરાએ શહેરને કેટલ ફ્રી બનાવાની વાત કરી હતી. આમ છતા છતા કોઇ નક્કર કામગીરી કરાઇ નથી. આ સમસ્યા ને નિવારવા વિધાનસભામાં કાયદો પણ લાવવામાં આવ્યો પણ ગોપાલકો દ્વારા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ સમસ્યા ઉકેલાશે કે કેમ તે પ્રશ્ન છે.

MUST READ:

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી 

pratikshah

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah
GSTV