GSTV

મહારાષ્ટ્રના આ ખેડૂતે કમાલ કરી/ વાડીએ સ્ટ્રોબેરીના લગાવ્યા 15 હજાર છોડ, એક વર્ષમાં બધો ખર્ચો કાઢતા 25 લાખનો નફો કર્યો

Last Updated on November 17, 2021 by Pravin Makwana

દેશમાં ભૌગોલિક સ્થિતી અનુસાર પાક ઉત્પાનદન ખેતીનો વ્યવસાય આપણી પરંપરા રહી છે. પણ સમયની સાથે સાથે તેને બદલવાની પણ જરૂર છે. મહારાષ્ટ્રના માનવ ગામમાં ફક્ત શેરડી અને ધાન્ય પાકોની ખેતી વર્ષોથી થતી હતી. પણ આ વિસ્તારના ખેડૂતોએ કંઈ અલગ કરી બતાવ્યું છે. ત્યાં હવે સ્ટ્રોબેરી પણ ઉગાવામાં આવી રહી છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્ટ્રોબેરીની માગ વધી રહી છે. મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરી સૌથી વધારે મહાબલેશ્વરમાં ઉત્પાદન થાય છે. ઠંડીમાં લોકો મહાબળેશ્વર જઈને લાલ અને નારંગી સ્ટ્રોબેરીનો સ્વાદ જરૂરથી ચાખે છે. પણ હવે માવલના ખેડૂતો પણ સ્ટ્રોબેરીમાં ઝંપલાવીને સારૂમાં સારૂ વળતર મેળવી રહ્યા છે.

પુણેના માવલ ગામના રહેવાસી ખેડૂત પ્રદીપ ધમનકરે આ કરી બતાવ્યુ છે. જો ખેતીમાં અલગ અલગ પ્રયોગ કરવામાં આવે તો, તેમાં ચોક્કસ સફળતા મળે છે. તેણે મોટી સંખ્યામાં સ્ટ્રોબેરી નહીં ફક્ત 30 ગુંઠા લગાવ્યા હતા. જેનાથી તે હવે 25 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. તેણે આ પાકને યોગ્ય યોજના અને આકરી મહેનત સાથે લગાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં દોઢ હજાર રૂપિયા પ્રતિ કિલોનો ભાવ


માવલ તાલુકાની ઠંડી હવા આ પાકને માફક આવે છે. ધાન્યની ખેતી માટે ખ્યાત એવા માવલ તાલુકામાં સ્ટ્રોબેરી પણ ઉગવા લાગી છે. મહાબળેશ્વરમાં ઉગતી વિંટર ડાઉન સ્ટ્રોબેરી હવે માવલમાં પણ જોવા મળી રહી છે. માવલના ખેડૂત પ્રદીપે આ જાત ઉગાડી હતી. તેણે 30 ગુંઠા જમીનમાં પંદર હજાર છોડ લગાવ્યા હતા. હવે સ્ટ્રોબેરી લણવાનું કામ ચાલે છે. આ સ્ટ્રોબેરી આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 રૂપિયા કિલો વેચાઈ છે. માવલાની સ્ટ્રોબેરી મુખ્ય રીતે દુબઈ, મસ્કટ, અને સિંગાપોરમાં જાય છે.

ઓછામાં ઓછા 25 લાખનો નફો

ખેડૂતે જણાવ્યુ હતું કે, સ્ટ્રોબેરીની ખેતીમાં તેને ફક્ત પાંચ લાખનો ખર્ચ આવ્યો છે. જો કે હવે સ્ટ્રોબેરી તૈયાર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાવા માટે તૈયાર થઈ ગઈ છે. જેનાથી તેને 25 લાખનો નફો થયો છે. હજૂ આગળ પણ વધારે નફો થવાની આશા છે. 30 ગુંઠા જમીનમાં 15 હજાર છોડ લગાવી તેમાં ગૌમૂત્ર અને ખાતર નાખ્યા. ત્યારે હવે એક છોડમાં લગભગ એક કિલો સ્ટ્રોબેરી આવે છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!