GSTV

2024માં મોદીને હરાવવા આ રાજ્યમાં ઘડાઈ રણનીતિ, ભાજપની પકક્ડ નથી તેવી 400 બેઠકો જીતવા કમરકસશે

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણી જીતાડવા માટે પોતાની રણનીતિથી મહત્વનો ભાગ ભજવનાર પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કરેલી મુલાકાત બાદ રાજકીય મોરચે ગરમાવો છે.

શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે હરાવી શકાય તે માટેનો પ્લાન તૈયાર કર્યો હોવાનુ કહેવાઈ રહ્યું છે. એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ હતુ કે, એનસીપી પ્રશાંત કિશોરની ચૂંટણી માટે મદદ નથી લેવાની પણ ભાજપને રાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે રોકી શકાય તેની રણનીતિ ચોક્કસપણે બનાવી છે.

દેશમાં લગભગ 400 બેઠકો એવી છે જ્યાં ભાજપ પ્રાદેશિક પક્ષો સામે નબળું પડી શકે

શરદ પવાર સાથે મુલાકાત દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, દેશમાં લગભગ 400 બેઠકો એવી છે જ્યાં ભાજપ પ્રાદેશિક પક્ષો સામે નબળું પડી શકે છે. આ બેઠકો પર પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરી શકે છે. જો તમામ પ્રાદેશિક પક્ષોને એક કરવામાં આવે તો ભાજપને હરાવવુ આસાન છે. કોંગ્રેસ એવી સ્થિતિમાં નથી જે એકલા હાથે ભાજપને પડકારી શકે. આવા સમયે પ્રાદેશિક પક્ષોને ભાજપ સામે ઉભા કરવા જોઈએ.

MODI RAHUL

જો કે પ્રાદેશિક પક્ષોનો સંયુક્ત મોરચો તૈયાર કરતા પહેલા એવો ચહેરો આગળ કરવો જોઈએ જે આ મોરચાનું નેતૃત્વ કરી શકે. તેમણે કહ્યું હતું કે, 2024માં થનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની ટક્કર થઈ તો ભાજપને હરાવવું મુશ્કેલ બની જશે. ઓછુ ભણેલા ગણેલા લોકોના અને એસસી એસટી આરક્ષિત લોકોના મત વિસ્તારમાં ભાજપ શક્તિશાળી છે. આ બેઠકો પર ભાજપ પૂરી તાકાત લગાવીને ચૂંટણી લડે છે અને કોંગ્રેસ અહીંયા નબળી પડી જાય છે. આવામાં પ્રાદેશિક પક્ષો ભાજપને ટક્કર આપવા માટે સક્ષમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!