GSTV
Home » News » ક્યારેય નહોતા જીત્યાં ચૂંટણી, છતા પણ બીજેપીના દિગ્ગજ નેતાઓના દિલમાં બીરાજમાન હતા જેટલી

ક્યારેય નહોતા જીત્યાં ચૂંટણી, છતા પણ બીજેપીના દિગ્ગજ નેતાઓના દિલમાં બીરાજમાન હતા જેટલી

અરૂણ જેટલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ભારતીય રાજનીતિના ઈતિહાસમાં તેની ગણના હંમેશા એક રણનીતિકારના રૂપમા થશે. એક એવા નેતા જેણે ભલે વધારે ચૂંટણી ના જીતી હોય, પરંતુ બીજેપીની સુપીરિયર લાઈનનું દિલ હંમેશા તેમની પર આવતું હતું. કહેવામાં આવે છે કે પ્રધાનપદનની દાવેદારી માટે નરેદ્ર મોદીના નામનું સુચન તેમણે જ કર્યું હતું. તે જ કારણને લીધે વગર ચૂંટણી જીતે તેઓ હંમેશા મોદી સરકારમાં મહત્વના પદ પર રહ્યા.

અરૂણ જેટલી આ પહેલા પણ બીજપી સરકારમાં જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમને વધારેમાં વધારે જવાબદારીઓ શંભાળવી પડી.અરૂણ જેટલીએ સામે આવ્યા વગર કેટલાય નેતાઓની કારકિર્દી બનાવી અને તે લોકો છેલ્લા શ્વાસ સુધી તેમના ઋણી રહ્યા હતા. આ સરકારનો વિશ્વાસ જ હતો કે છેલ્લા કાર્યકાળમાં પાંચ વર્ષ સુધી નાણામંત્રીની સાથે શાથે મનોહર પર્રિકરના નિધન બાદ રક્ષા મંત્રીનો કાર્યભાર પણ શંભાળ્યો.

અમિત શાહને કાયદાકીય આટીઘુટી માથી બહાર કાઢવામાં જેટલીનો મોટો ફાળો

માનવામાં આવે છે કે અમિત શાહને કાયદાકીય આટીઘુટી માથી બહાર કાઢવામાં જેટલીનો મોટો ફાળો હતો. એક સમયે અમિત શાહને ગુજરાતમાં પ્રવશ પર મનાઈ કરવામાં આવી હતી ત્યારે પણ જેટલી તેમની સાથે ઉભા રહ્યા હતા. ત્યારબાદ 2014માં મોદી સરકારમાં જેટલી ફરિવાર નાણા મંત્રી બન્યા. કેટલાક બીજેપી નેતાને આ વાત પસંદ આવી ન હતી. સુબ્રમણ્યમ સ્વામીએ તો એકાદવાક આ વિશે ટિપ્પણી પણ કરી હતી.

અમિત શાહે એક વખત જેટલીને કુશળ રણનીતિકારનો દરજ્જો આપતા કહ્યુ કે, ગુજરાતમાં પણ અરૂણ જેટલીના કામકાજને જોઈ ચુક્યા છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે વિપક્ષમાં હોય કે શાસનમાં હોય, જેટલીએ જે રીતે પાર્ટી લાઈનને સંસદમાં રજૂ કરી છે તે વખાવણા લાયક છે.

બોફોર્સ કૌંભાડમાં કરી કાર્યવાહી

જેટલીનું નામ વધારે ચર્ચામાં આવ્યું જ્યારે તેમણે પૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીનું નામ બોફોર્સ કૌભાંડમાં સામે આવ્યા પછી તપાસ માટે કાર્યવાહી કરી હતી. એટલું જ નહી તેમના ક્લાઈન્ટમાં જનતા દળના શરદ યાદવ, કોંગ્રેસના માધવરાય સિંધિયા અને લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ હતા. જેટલી ભારત સરકાર તરફથી જૂન 1998માં સયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર માટે એક પ્રતિનિધિના રૂપમાં ગયા હતા. જ્યાં ડ્રગ એન્ડ મની લૌંન્ડ્રિગ સાથે જોડાયેલા કાયદાને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેના આ પ્રવાસે તેમને એક મહાન નેતાના રૂપમાં ઓળખ આપવામાં મદદ કરી.

READ ALSO

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!