તમારી લાઈફમાં નથી ગર્લફ્રેન્ડ તો પહોંચી જાઓ અહીં, મળશે ભાડે અને સાથે આ છૂટ પણ

આજકાલ યુવાનોમાં હંમેશા ગર્લફ્રેન્ડ બનાવવાની સ્પર્ધા ચાલે છે. પાર્કમાં બેઠેલા અથવા રસ્તા પર ફરતા યુગલોને જોઈને સિંગલ યુવાનોને હંમેશા લાગે છે કે કદાચ તેમની પણ કોઈ ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તેઓ પોતાના દિલની વાત શેર કરી શકે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં સિંગલ યુવાઓને ગર્લફ્રેન્ડ માટે વધારે માથાકુટ કરવી પડતી નથી. કારણકે તેમને ફક્ત 10 રૂપિયામાં એક સુંદર યુવતી ગર્લફ્રેન્ડ તરીકે મળી જાય છે.

આ વાસ્તવિક વાત છે. ખરેખર, ચીનના ગુઆંડોંગમાં એક સ્ટોર છે, જ્યાં સુંદર અને યુવાન યુવતીઓ એક કતારમાં ઉભી રહે છે. અહીં કોઈ પણ પુરૂષ આવીને પોતાની મનપસંદ યુવતીને ભાડા પર ગર્લફ્રેન્ડ બનાવીને લઈ જાય છે અને તેના માટે તેમને પ્રતિ 20 મિનિટના હિસાબથી 10 રૂપિયા ચૂકવવા પડે છે.

પોતાની મનપસંદ યુવતીને પોતાની સાથે લઈ જવા માટે પુરૂષોને સૌપ્રથમ યુવતીના મોબાઈલ ફોન પર એક ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય છે અને ત્યારબાદ પૈસા ચૂકવવા પડે છે. ક્યૂઆર કોડ સ્કેન થયા બાદ તમે તે યુવતીને પોતાની સાથે ફરવા માટે લઈ જઈ શકો છો. જોકે, તેના માટે આ શરત છે કે તમે પોતાની મનપસંદ યુવતીને તે મૉલ અને સ્ટોરની આજુબાજુમાં ફેરવી શકો છો. તમે તેને શૉપિંગ પણ કરાવી શકો છો. આ સિવાય તમે યુવતીને લંચ ડેટ પર લઈ જઈ શકો છો, પરંતુ ફક્ત 20 મિનિટ માટે. જો તમે યુવતી સાથે તેનાથી વધારે સમય વિતાવવા ઈચ્છો છો તો તમારે ફરીથી પેમેન્ટ કરવાનું રહેશે.

તમે પોતાની મનપસંદ યુવતીને તેની મરજી વિના સ્પર્શ કરી શકશો નહીં. જો યુવતી સ્પર્શ કરવાની મંજૂરી આપે છે તો તમે તેને સ્પર્શ કરી શકો છો. થોડા દિવસ પહેલા આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતાં. ત્યારબાદ લોકોના મગજમાં આ જગ્યાને જાણવાની ઈચ્છા જાગી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં ફક્ત ગર્લફ્રેન્ડ નહીં, પરંતુ યુવતીઓ માટે બૉયફ્રેન્ડ પણ ભાડા પર મળે છે. જે યુવતીઓ માટે શરતો લાગુ થાય છે, તે જ શરતો બૉયફ્રેન્ડ પર પણ લાગુ થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter