GSTV
Home » News » એક જ વ્યક્તિએ મૉલમાં શૉપિંગ કરી રહેલા તમામ ગ્રાહકોનું બિલ ચૂકવી દીધું, કારણ રસપ્રદ

એક જ વ્યક્તિએ મૉલમાં શૉપિંગ કરી રહેલા તમામ ગ્રાહકોનું બિલ ચૂકવી દીધું, કારણ રસપ્રદ

ખરીદી કરવી કેટલી સારી લાગે છે, પરંતુ તેના માટે તમારે એ પણ વિચારવુ પડે છે કે તમારી પાસે શૉપિંગ કરવા માટે પૂરતા પૈસા છે કે નહીં. પરંતુ વિચાર કરો, તમે મૉલમાં જઈને પોતાની મનપસંદ ચીજ વસ્તુઓ ખરીદી અને તેનું બિલ બીજુ કોઈ ભરી દે તો. જોકે, સામાન્ય રીતે આવુ જોવા મળતુ નથી. પરંતુ અમેરિકાના ડરબી શહેરમાં કઈક આવુ જોવા મળ્યું છે.

અહીં એક શખ્સે વૉલમાર્ટના સુપરમાર્કેટમાં ખરીદી કરનારા લોકોનું બિલ ચૂકવી દીધું. પૂછતા તેણે પોતાને સાંતા જણાવ્યું. જોકે, આ વ્યક્તિની વાસ્તવિક ઓળખ હજી પણ લોકો માટે એક પહેલી બની ગઈ છે. મૉલમાં ખરીદી કરનારી જૂલી ગેટ્સ નામની એક મહિલાએ જણાવ્યું કે તે પોતાનો બધો સામાન લઈને પેમેન્ટ કરવા માટે જઈ રહી હતી. આ દરમ્યાન કેશ કાઉન્ટરની પાસે ઉભા રહેલા એક વ્યક્તિએ આ મહિલાને રોકી અને પૂછ્યું કે શું તેણી વધુ સામાન ખરીદવા ઈચ્છે છે? જેના પર મહિલાએ સહમતિ વ્યક્ત કરી. બાદમાં આ શખ્સે તેણીને કહ્યું કે તમે જેટલો સામાન ખરીદવા ઈચ્છો છો, તેટલો ખરીદી લો, હું તમારું બિલ ભરી દઈશ.

મહિલાએ જણાવ્યું કે પહેલા તો તેણી આ વાતને મજાક સમજતી હતી, પરંતુ આ મહિલા જ્યાં સુધી સામાન ખરીદીને પાછી ફરી નહીં ત્યાં સુધી તે શખ્સ ત્યાં ઉભો રહ્યો. ત્યારબાદ આ અજાણ વ્યક્તિએ મહિલાનું 199 ડૉલર એટલેકે લગભગ 14,000 રૂપિયાનુ બિલ ચૂકવ્યું. જેની પર મહિલાએ તે શખ્સને પૂછ્યું કે આવુ કોણ કરે છે, તે શખ્સે પોતાની તરફ ઈશારો કરી કહ્યું કે ‘સાંતા.’

મૉલમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે તે શખ્સે તે દિવસની રાત્રિએ સ્ટોરમાં હાજર બધા લોકોનું બિલ ચૂકવ્યું. જોકે, વૉલમાર્ટે આ જણાવવાનો ઈનકાર કર્યો કે તે અજાણ વ્યક્તિએ કુલ કેટલા લોકોનું બિલ ભર્યુ અને તેમાં કુલ કેટલા પૈસા ખર્ચ થયાં. મહિલાએ પોતાની સાથે ઘટેલી આ અજીબોગરીબ ઘટનાને સોશિયલ મીડિયામાં પણ શેર કરી છે. આ સાથે જ અજાણ વ્યક્તિની પાછળથી લીધેલી તસ્વીર પણ શેર કરી છે. મહિલાની પોસ્ટમાં કેટલાંક લોકોએ કોમેન્ટ પણ કરી છે અને જણાવ્યું છે કે તેમના બિલ પણ આ અજાણ વ્યક્તિએ ભર્યા છે.

એક બીજી મહિલાએ જણાવ્યું કે આ અજ્ઞાત વ્યક્તિએ તેના 800 ડૉલર એટલેકે લગભગ 56,000 રૂપિયાનું બિલ ભર્યુ. પૂછતા જ આ શખ્સે આ મહિલાને પણ પોતાને સાંતા જણાવ્યું.

READ ALSO

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!