અહીં મા બનતા જ મહિલાઓને મોકલવામાં આવે છે ‘હોટલ’, કારણ જાણીને તમે થશો હેરાન

સામાન્ય રીતે મહિલાઓ જ્યારે પ્રથમ વખત માતા બને છે ત્યારે તેમને સારી પ્રકારની સારસંભાળની જરૂર હોય છે. જેના માટે તેમને એક અથવા બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક શહેર એવુ પણ છે, જ્યાં પ્રથમ વખત માતા બનતા જ મહિલાઓને હોટલમાં મોકલી દેવામાં આવે છે.

ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં સ્થિત આ અનોખી હોટલને બેબી હોટલના નામથી ઓળખવામાં આવે છે. દિવસ હોય કે રાત, અહીં દરેક સમયે બાળકોના રૂદનની ચિસો સાંભળવા મળે છે. અહીં નર્સો પણ દરેક સમયે દરેક જગ્યાએ ફરતી જોવા મળે છે. આ નજારાને જોઈને એવુ લાગે છે કે આ હોટલ નહીં, પરંતુ મેટરનિટી વોર્ડ છે.

બીબીસી રીપોર્ટ મુજબ, આ બેબી હોટલમાં એવી મહિલાઓ બે દિવસ સુધી અહીં રોકાય છે, જેણે પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે અને જો માતા-બાળકને કોઈ સમસ્યા છે તો તેમને ત્યાં સુધી હોટલમાં રોકવામાં આવે છે, જ્યાં સુધી તેમની સમસ્યા ખત્મ થતી નથી. સૌથી મહત્વની વાત છે કે આ બધા માટે તેમના તરફથી કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી.

ડેનમાર્કનો આ મેટરનિટી હોટલ પ્રોગ્રામ સરકારી ફંડથી ચાલે છે. આ દરેક બાળકોને તેમના જીવનનો પ્રથમ દિવસ બરાબરીનો અધિકાર અને સમાન સારસંભાળનો અવસર આપે છે. બાળકના માતા-પિતા ઈચ્છે તો કોઈ પણ સામાજીક અથવા આર્થિક વર્ગના હોય, અમીર હોય કે ગરીબ, તેમને અહીં બરાબરીનો અધિકાર મળે છે.

આ મેટરનિટી હોટલ પ્રોગ્રામ કોપેનહેગનના હિવદોવ્રે હોસ્પિટલમાં ચાલે છે. ખરેખર, જાપાન અને અમૂક યૂરોપિયન દેશોની જેમ ડેનમાર્કમાં પણ આબાદી વધી રહી છે. તેથી અહીં સરકાર મહિલાઓને માતા બનવા અને બાળકો પેદા કરવા માટે સતત પ્રોત્સાહિત કરતી રહે છે. જેના માટે અમૂક પ્રકારના કાર્યક્રમ પણ ચાલી રહ્યાં છે.

કોપેનહેગનના આ હોસ્પિટલ-કમ-હોટલમાં ખાવા-પીવાની દરેક વસ્તુઓ મળે છે. અહીં મેનૂમાં દરેક પ્રકારની આઈટમ છે અને 60 થી 90 ટકા ચીજવસ્તુઓ ઑર્ગેનિક છે. મહિલાઓએ જે ખાવાનુ જોઈએ તેને ફોન કરીને ઑર્ડર કરી શકે છે. આ હોસ્પિટલમાં આવનારા માતા-પિતાને સામાન્ય રીતે 52 અઠવાડિયાની રજાની ઑફર કરવામાં આવે છે. આ રજા દરમ્યાન માતાઓને 18 અઠવાડિયાની આખા પગારની ગેરંટી આપવામાં આવે છે. અહીના લોકોનુ કહેવુ છે કે આ સરકારનો સારો નિર્ણય છે અને અમને ખુશી છે કે અમે અહીં જોઈ શકાય છે કે કે અમારા ટેક્સના પૈસા ક્યા ખર્ચ થઈ રહ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter