GSTV

વિશ્વમાં આ છે અનોખો શખ્સ, જે પોતાને માને છે 70 ટકા પુરુષ અને 30 ટકા સ્ત્રી

જો તમે આ વ્યક્તિને જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કે તે પુરુષ છે કે સ્ત્રી? અમે રિચાર્ડ ઓ બ્રાયન વિશે વાત કરી રહ્યા છીએ. તેઓ પ્રખ્યાત અભિનેતા, લેખક, સંગીતકાર અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા છે.

1973 માં તેમણે મ્યુઝિકલ સ્ટેજ શો ‘ધ રોકી હોરર શો’ લખ્યો હતો. જે આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળા પ્રમાણમાં પ્રખ્યાત થયો હતો. આ શો પછી, તેમની એક અલગ ઓળખ બની ગઈ હતી.

રિચાર્ડ પોતાને પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં માને છે. એક અહેવાલ અનુસાર રિચાર્ડ કહે છે, ‘હું એવું નથી દેખાવા માંગતો કે જે હું નથી. અભિનેતા એન્ટન રોડરે મને કહ્યું હતું કે તમે પુરુષ કે સ્ત્રી કરતાં કંઇક અલગ છો. અને મને લાગ્યું કે તેઓ બરાબર કહી રહ્યા છે. મને આ મારું વલણ ગમે છે. ‘

રિચર્ડે 2013 માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારું માનવું છે કે આપણે સ્ત્રી અને પુરુષ વચ્ચે ક્યાંક છીએ. એવા લોકો પણ છે જે સંપૂર્ણ રીતે પુરુષો અથવા સ્ત્રીઓ છે, પરંતુ આપણામાંના મોટાભાગના લોકો ક્યાંક વચ્ચે છે. હું મારા વિશે માનું છું કે હું 70 ટકા પુરુષ અને 30 ટકા સ્ત્રી છું.

77વર્ષના રિચાર્ડના ત્રણ વખત લગ્ન થયા છે અને તેમને ત્રણ બાળકો પણ છે. તેમના અને અભિનેત્રી કિમી વાંગનાં લગ્ન 4 ડિસેમ્બર, 1971 ના રોજ થયા હતા, અને મે 1972 માં તેમને એક પુત્ર લિનસ થયો. ત્યાર પછી તેમણે બીજી વાર ડિઝાઇનર જેન મોસ સાથે લગ્ન કર્યા હતા. જેમનાથી તેમને એક પુત્ર અને પુત્રી છે.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!