આ છોકરીનું શરીર મિનિટોમાં પલળી જાય છે, મજબૂરીમાં રાખે છે આ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ

અમેરીકાના ટેક્સાસમાં રહેતી એક 20 વર્ષીય યુવતીનુ શરીર થોડી ક્ષણોમાં જ આપોઆપ પલળી જાય છે. પોતાના શરીરને સુકૂ રાખવા માટે મજબૂરીપૂર્વક તેણે પોતાની સાથે એક ઈલેક્ટ્રૉનિક ડિવાઈસ રાખવી પડે છે.

યુવતીનુ નામ સોફી ડ્વેર છે અને તેણી એક કૉલેજ વિદ્યાર્થીની છે. ખરેખર, સોફીને એક બિમારી છે, જેના કારણે તેને સામાન્ય વ્યક્તિની સરખામણીએ 10 ગણો વધારે પરસેવો આવે છે. આ પરેશાનીના કારણે તેનુ જીવન ખૂબ મુશ્કેલ થયુ છે. એટલું જ નહીં, તેને જીવતા રહેવા માટે દરરોજ લગભગ 6 લીટર પાણી પીવુ પડે છે.

મીડિયા રીપોર્ટ મુજબ, સોફી જ્યારે આ સમસ્યાથી ખૂબ વધારે પરેશાન થઇ છે, ત્યારે તેના માતા-પિતા તેને ડૉક્ટરની પાસે લઈ ગયા. તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે સોફીને હાઈપરહાઈડ્રોસિસ નામની એક રેયર બિમારી છે. આ બિમારી એવી છે, જે દર 200 લોકોમાંથી એકને પ્રભાવિત કરે છે. હાઈપરહાઈડ્રોસિસ બિમારીમાં વ્યક્તિના શરીરમાંથી ખૂબ જ વધારે પરસેવો નિકળે છે. એવુ લાગી રહ્યું છે કે આ વ્યક્તિ હમણા જ સ્નાન કરીને આવી છે. સોફીની સાથે પણ એવુ થયુ છે. તેના કપડાં જલ્દી પલળી જાય છે, જેને કારણે તેણે આખો દિવસમાં કેટલીક વખત કપડાં બદલવા પડે છે.

સોફી કહે છે, કપડાં પલળી જવાના કારણે મને લોકોની વચ્ચે જવામાં પણ શરમ આવતી હતી. ત્યાં સુધી કે મારા બૉયફ્રેન્ડે પણ મારી આ બિમારીથી મારી સાથે સંબંધ તોડી નાખ્યો. હું કોઈની સાથે ડેટ પર જવામાં પણ ભય અનુભવુ છું.

સોફીનુ કહેવુ છે કે શરદીના મૌસમમાં તેમને વધારે મુશ્કેલી થાય છે, કારણકે ઠંડીમાં તેણી ગરમ કપડાં પહેરે છે, પરંતુ પરસેવો તેના શરીરને વધુ ઠંડો કરી નાખે છે. તેમનુ કહેવુ છે કે પરસેવો થવાથી તેમના કપડાં એટલા બધા પલળી જાય છે કે બહાર નિકળતી વખતે તેણીના કપડાં જામી જાય છે. સોફીએ વધુમાં જણાવ્યું કે તેણી જ્યારે કોઈ પણ જગ્યાએ બહાર જાય છે તો પોતાની સાથે એક હેર ડ્રાયર લઇને જાય છે. બહાર ક્યારેય પણ તેને પરસેવો થાય છે ત્યારે તેણી હેર ડ્રાયરથી પોતાના શરીરને સુકવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter