જો આકાશ દર્શનનો શોખ હોય અને ગ્રહો નક્ષત્રો વિશે જાણવામાં રસ હોય તો ગોલ્ડન ચાન્સ આવતી કાલે એટલે કે 24મી જૂને સવારે આવી રહ્યો છે. 24મી જૂને સવારે આકાશમાં એક સાથે સાત ગ્રહો જોવા મળશે. સાતેય ગ્રહો પગથિયાંની માફક લાઈનમાં ગોઠવાયેલા હશે. આ સાતેય ગ્રહોમાં બુધ, શુક્ર, યુરેનસ, મંગળ, ગુરુ, નેપ્ચુન અને શનિનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વચ્ચે ચંદ્રમાં પણ જોવા મળશે. એ રીતે કુલ આઠ મોટા અવકાશી પદાર્થો 24મી તારીખે જોવા મળશે.

આકાશમાં ગ્રહો તો નિયમિત રીતે જોવા મળતાં હોય છે અને જાણકારો તેને ઓળખી કાઢતા હોય છે. પરંતુ એક જ લાઈનમાં આટલા ગ્રહો આવે એ મોટી ઘટના છે. બધા ગ્રહો જાણે પરેડ કરવા માટે ઉભા હોય એવું દૃશ્ય જોવા મળશે. આ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સલ સાયન્સ ફોરમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગ્રહો 24મી જૂને સારી રીતે દેખાશે. એ ઉપરાંતના દિવસો પણ દેખાશે પરંતુ ત્યારે ચંદ્રમાંની હાજરી નહીં હોય.
અલબત્ત, આ અલૌકીક દૃશ્ય જોવા માટે સવારે વહેલા ઉઠવું પડશે. આ ગ્રહો જોવા માટે વહેલી સવારે પાંચેક વાગ્યે પૂર્વ દિશામાં મીટ માંડવાની રહેશે. સૂર્યનું અજવાળું થવાની શરૃઆત થશે ત્યાં સુધી આ નજારો જોવા મળશે. અલબત્ત, અજવાળું થવાની શરૃઆત થશે એટલે ગ્રહો ઝાંખા પડવા લાગશે. 5 વાગ્યા પછી તુરંત જોવામાં આવશે તો બધા ગ્રહો લાઈનમાં જોવા મળશે અને યુરેનસ અને નેપ્ચુન સિવાયના બધા નરી આંખે દેખાશે. જોકે બાયનોક્યુલર હશે તો બીજા બધા ગ્રહો વધારે સારી રીતે જોઈ શકાશે. પરંતુ એ નહીં હોય તો પણ પાંચ ગ્રહો તો દેખાશે જ. યુરેનસ અને નેપ્ચુન બન્ને સૂર્યમાળાના છેવાડે આવેલા ગ્રહો છે. ત્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચે છે. માટે એ નરી આંખે જોવા મળવા મુશ્કેલ છે.
READ ALSO:
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત