GSTV
Home » News » જ્યારે રસ્તા પર ગાઉન અદ્ધર કરીને દુલ્હનો દોડવા લાગી, નજારો જોવા જેવો

જ્યારે રસ્તા પર ગાઉન અદ્ધર કરીને દુલ્હનો દોડવા લાગી, નજારો જોવા જેવો

પોતાના લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે અને આ સમયનો તે વ્યક્તિ કાગડોળે રાહ જોતો હોય છે. અત્યાર સુધી લગ્નના દિવસે તમે દુલ્હનને શરમાતા, સંકોચ અનુભવતા અને શાંત જોઈ હશે, પરંતુ અમે તમને જે તસ્વીર બતાવવા જઈ રહ્યાં છે, તેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

અહીં બ્રાઈડલ ગાઉન અને દુલ્હનની જેમ તૈયાર થનારી યુવતીઓ રસ્તા પર તીવ્ર ગતિથી દોડી રહી છે અને તેની સાથે-સાથે તેના ભાવિ પતિ પણ દિલ ખોલીને દોડી રહ્યાં છે. કોઈ પોતાની દુલ્હનની સાથે તો કોઈ તેની પાછળ દોડી રહ્યું છે. કોઈ પુરૂષે પોતાની દુલ્હનને પોતાના ખોળામાં બેસાડી છે તો કોઈ વ્યક્તિએ પોતાના ખભા પર તેને બેસાડી છે. એવુ લાગી રહ્યું છે કે જાણે બેન્કોકના રસ્તા પર દુલ્હનોનું પુર આવ્યુ હોય. 24 નવેમ્બરે બેન્કોકના રસ્તા પર આ નજારો જોવા મળ્યો. બેન્કોકમાં આ અનોખી રેસ ‘Running of the Brides’ (રનિંગ ઑફ બ્રાઈડ્સ)નું આયોજન કરવામાં આવે છે. આ રેસમાં બ્રાઇડલ ગ્રાઉનની સાથે યુવતીઓ અને તેના દુલ્હા ત્રણ કિલોમીટર સુધી દોડે છે. સાથે જ પ્રતિયોગિતાને જીતનારા દંપત્તિને આકર્ષક ઈનામ આપવામાં આવે છે.

આ વખતે અહીં રસ્તા પર 300થી વધુ દુલ્હનો લગ્નના પહેરવેશમાં દોડી રહી હતી. સફેદ ગાઉનમાં દુલ્હનો દોડ લગાવી રહી હતી તો તેની સાથે તેના ભાવિ પતિ પણ સૂટબૂટ ઠઠાડીને દોડી રહ્યાં હતાં. વર્ષ 2014માં આ રેસમાં 75 દુલ્હનોએ ભાગ લીધો હતો. આ રેસમાં 3 કિમીની રેસ પૂરી કરવાની હોય છે. જેમાં પ્રારંભનો બે કિલોમીટરનો હિસ્સો શહેરના ઉપરના અને નીચેના ભાગથી થઈને ગુજરે છે. રેસના અંતિમ તબક્કામાં દુલ્હાએ પોતાની દુલ્હનને પોતાની પીઠ પર ઉપાડીને દોડવાનુ હોય છે. જે આ રેસમાં વિજયી બને છે તેમને આકર્ષક ઈનામ મળે છે.

આ રેસમાં સૌથી મહત્વનુ હોય છે કે રેસ લગ્નના ડ્રેસમાં દોડવાનું હોય છે. યુવતીઓ ગાઉન પહેરીને તો યુવકો સૂટ-બૂટ પહેરીને રેસ લગાવે છે. રેસના વિજેતા દંપત્તિના શાહી અંદાજમાં લગ્ન કરાવવામાં આવે છે અને માલદીવ અને જાપાનના સપ્પોરોમાં હનીમૂનનું પેકેજ પણ આપવામાં આવે છે. વિજેતા દંપત્તિને 20 લાખ થાઈ બાટ એટલેકે લગભગ 60,400 ડૉલરનું ઈનામ આપવામાં આવે છે. આ વખતે રનિંગ ઑફ બ્રાઈડ્સના વિજેતા દુલ્હા સાઈસ્ત્રોય સોંગપ્રેસર્ટ અને તેની દુલ્હન વાસન થાનમોલ રહીં. આ બંનેએ આ રેસ 27.43 મિનિટમાં પૂર્ણ કરી લીધી. રેસ જીત્યા બાદ વિજેતા દંપત્તિએ કહ્યું, તેઓ પોતાના આનંદીત જીવન માટે દોડ્યા અને જીત પ્રાપ્ત કરી.

READ ALSO

Related posts

સેમી ફિનાલે શૂટમાં નહીં પહોંચ્યાં કોરિયોગ્રાફર, જાણો શા માટે કર્યો બોયકોટ

Kaushik Bavishi

IMC 2019:જિયો એ રજુ કર્યો નેટિવ વિડીયો કોલિંગ બોટ, બદલાઈ જશે કસ્ટમર કેરની દુનિયા

pratik shah

ઉદ્યોગોનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, બિનખેતીની પ્રક્રિયા થશે સરળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!