GSTV

OMG! આ દેશમાં માસ્ક નહી પહેરવાની મળે છે અનોખી સજા, મૃત્યુ પામેલા લોકો માટે કરવુ પડે છે આ કામ

દુનિયાભરમાં કોરોના સંક્રમણે તબાહી મચાવી છે અને વેક્સીનના આવવા સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત બધી સંસ્થાઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટસિંગનુ પાલન કરવા માટે નિયમ બનાવ્યા છે. જોકે, લોકો લાખા મોત છતા કોરોના સંક્રમણને ગંભીરતાથી લઈ રહ્યા નથી. ઈંડોનેશિયામાં આવા જ લોકો માટે માસ્ક ન પહેરવા પર એક અલગ જ પ્રકારની સજાની જાહેરાત કરવામાં આવી છે.

કબ્ર ખોદવાની સજા આપવામાં આવી

ઈંડોનેશિયાના ઈસ્ટ જાવા પ્રાંતના પ્રશાસને માસ્ક ન પહેરનાર લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરેલા લોકોની કબર ખોદવાનો આદેશ આપ્યો છે. ઈસ્ટ જાવાના ગેરસિક રીજેંસીના 8 લોકોને માસ્ક પહેરવાથી મનાઈ કર્યા બાદ પાસેના જ નોબબેટન ગામમાં એક સાર્વજનિક કબ્રિસ્તાનમાં કબ્ર ખોદવાની સજા આપવામાં આવી છે. જણાવી દઈએ કે, અહીંયા કોઈને પણ કોરોના દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની મંજૂરી આપી નથી. ત્યારબાદથી કબ્ર ખોદનાર લોકોને શોધવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે.

માસ્ક નથી પહેર્યુ તો ખોદો કબ્ર

કોર્મ જિલ્લાના વડા સુનેઓએ જણાવ્યું હતું કે, કબ્ર ખોદનારા લોકોની અમારી તંગી છે, તેથી નિયમોનો ભંગ કરનારા લોકો આ કામમાં કાર્યરત થશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આ સજાને કારણે લોકો માસ્ક ન પહેરવાની ભૂલ કરશે નહીં. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં બે લોકોને કબર ખોદવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 218,382 કેસ નોંધાયા છે. રાજધાની જકાર્તામાં, 54,220 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે પૂર્વ જાવામાં 38,088 દર્દીઓ મળી આવ્યા છે. બીજી તરફ, ઇન્ડોનેશિયામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 8,723 પર પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!