GSTV
Ajab Gajab Trending

અહીં મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને નાચવાની છે વિચિત્ર પરંપરા, જાણો શું છે મામલો

આ ધરતી પર કેટલીક એવી પરંપરાઓ છે, જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો, એક એવી જગ્યા છે જ્યાં લોકો પાર્ટી યોજવા માટે મૃતદેહોને ખોદે છે અને પછી તેને કબરમાં પાછા નાખી દે છે. તમને સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ મેડાગાસ્કરના લોકો માટે આ સામાન્ય વાત છે. આ ધરતી પર કેટલીક એવી પરંપરાઓ છે, જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો, જો કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારમાં શોક અને દુ:ખ હોય છે, પરંતુ એક એવી જગ્યા પણ છે જ્યાં કોઈના મૃત્યુ પછી લોકો નાચવા અને ગાવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, તેઓ આ ઉજવણીમાં મૃત શરીરને પણ સામેલ કરે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારના સભ્યો મૃતદેહ સાથે ગાવાનું અને નાચવાનું શરૂ કરે છે.

એવું નથી કે મૃતદેહનાં અંતિમ સંસ્કાર થતાં નથી, પાર્ટી કર્યા પછી કબરમાં સન્માન સાથે દફનાવવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા અહીં સમાપ્ત થતી નથી, પરંતુ મૃતદેહને કબરમાંથી વારંવાર બહાર કાઢીને ગાવાની અને નૃત્યની વિધિ કરવામાં આવે છે.

શા માટે કાઢવામાં આવે છે મૃતદેહો?

આ પ્રક્રિયા મડાગાસ્કરમાં ફામાદિહાના તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે હાડપિંજરીકરણ. લોકોનું માનવું છે કે જેટલી જલ્દી મૃત શરીર હાડપિંજરમાં ફેરવાઈ જશે તેટલું જલ્દી તેને મોક્ષ અને નવું જીવન મળશે. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી મૃતકના શરીર પર માંસ છે ત્યાં સુધી આત્મા બીજા શરીરને ધારણ કરી શકતો નથી. આવી સ્થિતિમાં, મૃતદેહને વારંવાર કબરમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેની સાથે નાચવામાં આવે છે. પાર્ટી કર્યા પછી, તેમને પાછા દફનાવવામાં આવે છે અને આ પરંપરા મૃત્યુ પછી દર સાતમા વર્ષે કરવામાં આવે છે.

Also Read

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV