GSTV
Home » News » આ છે દુનિયાના પાંચ અજીબોગરીબ જીવ, જેને જોઈ પડી જશો વિચારમાં

આ છે દુનિયાના પાંચ અજીબોગરીબ જીવ, જેને જોઈ પડી જશો વિચારમાં

દુનિયાનામાં એવા કેટલાક જીવ-જંતુ છે, જે જોતાં અચરજ પમાડે છે. તેમને જોતા વિચાર આવવા લાગે કે આ જીવો છે, તે આ પૃથ્વી પરના છે કે બીજા ગ્રહમાંથી આવ્યા છે. આજે એવા જ અજીબોગરીબ જીવની વાત કરી રહ્યા છીએ. જેને જોઈને લાગશે કે….ખરેખર આ કયું જીવ છે?

આ જીવને નેકેડ મોલ રૈટ કહેવામાં આવે છે, જે પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે. આ એક પ્રકારનો ઉંદર જ છે, જેની ચામડી જોતાં એવું લાગે કે તેની ઉપરની ચામડી કોઈકે કાઢી લીધી છે. સામાન્ય ઉંદરની જેમ તેના પર વાળ જોવા મળતા નથી.

સૈગા એન્ટીલોપના નામથી ઓળખવામાં આવે છે. તે જોવામાં હરણનો એક પ્રકાર જ લાગે છે, એક નજરે તો તેને કોઈ હરણ જ સમજે. પરંતુ તેનું લાંબું નાક બધાથી અલગ રાખે છે. આ સૈગા એન્ટીલોપ રુસ અને કઝાકિસ્તાનના દેશોમાં જોવા મળે છે.

આ જીવ જોવામાં એક ઉંદર જેવો લાગે છે, પરંતુ તે ઉંદર નથી. તેના શરીરના ઉપરના ભાગને જોતાં એવું લાગે છે કે તેની પર કોઈ પડ રાખ્યું હોય. તેને પિન્ક ફેયરી આર્માડિલો તરીકે ઓળખવામાં આવે છે. આ જીવ કોઈ પણ વસ્તુ ખોદવામાં માહેર છે. તે જમીનને તે એટલી ઝડપથી ખોદે છે કે જાણે પાણીમાં તરી રહ્યું હોય.

આ આર્કટિક મહાસાગરમાં જોવા મળતી માછલી છે, જેને જોઈને કોઈપણ ડરી જાય છે. આ માછલીને લેમ્પ્રેના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે તેના સીધા દાંત અને લાંબી જીભ વાળી આ માછલી કોઈ શિકારને પકડી લે તો તેને બચાવવું મુશ્કેલ બની જાય છે. આ માછલી તેના શિકારને ખાતી નથી, પણ તેના શરીર પર દાંત બેસાડે છે અને શરીરમાંથી લોહી તથા જરૂરી તત્વો કાઢીને પીવે છે.

આ જીવને સ્ટાર નોઝ મોલ કહે છે. તેના મોં પર બનેલું અલગ પ્રકારનું નાક કોઈ સ્ટાર જેવું લાગે છે, એટલે તેનું નામ સ્ટાર નોઝ મોલ પાડવામાં આવ્યું છે. તેનું નાક એવું છે કે ઓછા ઓક્સિજન વાળી જગ્યા પર પણ રહી શકે છે. તે પોતાના નાકથી સ્પર્શ કરીને જ જાણી લે શકે છે કે સામે પડેલી વસ્તુ ખાવા લાયક છે કે નહીં.

Read Also

Related posts

આ છે મૂંછો વાળી રાજકુમારી, જેના પ્રેમમાં 13 લોકો કરી હતી આત્મહત્યા…

Path Shah

ભારતના આ સ્થળે આજે પણ છે બ્રિટીશ સરકારનું રાજ, પરવાનગી વિના ચકલુંય ન ફરકી શકે

Bansari

Video: સફારી થીમ રિસેપ્શન પાર્ટીમાં ઝીબ્રા ઓછા પડ્યા, તો બે ગધેડા પર ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ પેઈન્ટ કરી નાખ્યો!

Arohi
Do NOT follow this link or you will be banned from the site!