GSTV
Home » News » 15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

BJPનાં સાંસદ અને આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામી અયોધ્યાની બે દિવસની મુલાકાતે પહોંચ્યાં છે. અહિં તેમણે મીડિયા સાથએ વાત કરતા જણાંવ્યું કે, અયોધ્યા બાબરી મસ્જીદ-રામમંદિર મુદ્દાનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવી જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નિર્ણય હિંદુઓના પક્ષમાં જ આવશે. કારણ કે દેશના કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા સવાલ પર સુન્ની વક્ફ બોર્ડના વકિલ કોઈ જવાબ આપી શક્યા નથી.

ડો.સુબ્રમણ્યમ સ્વામી શનિવારે અયોધ્યા આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે જણાંવ્યું કે, આ પહેલા વર્ષ 1994માં પણ જ્યારે દેશમાં નરસિમ્હા રાવની સરકાર હતી. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું હતું કે, વિવાદિત જમીનના વિષયમાં સરકારનો શું મત છે તો કહેવામાં આવ્યું હતું કે, અધિગ્રહીત કરવામાં આવેલી જમીન સરકારની છે. જો કોર્ટ તેને મંદિરને આપે તો અમને કોઈ વાંધો નથી.

તેમજ કોંગ્રેસ નેતા ચિદમ્બરમનાં જેલ જવા મામલે સુબ્રમણ્યમ સ્વામી બોલ્યા હતાં કે, જોતા જાઓ, હજુ તો ઘણા મોટા નેતાઓ જેલનાં સળીયા પાછળ ધકેલાશે.

READ ALSO

Related posts

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

Mansi Patel

73 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયુ ચોરી, પોલીસે 6 લોકો પર નોંધી FIR

Mansi Patel

મોદી સરકારના 5 અબજ ડોલરની ઈકોનોમીના સપનાંને લાગ્યું ગ્રહણ, સરકાર ગઈ નિષ્ફળ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!