GSTV

શિલ્પા શેટ્ટીના દીકરાને મળ્યો જોન સીના પાસેથી શાનદાર મેસેજ, જુઓ video

Last Updated on July 10, 2019 by Alap Ramani

શિલ્પા શેટ્ટી જેટલી તેનું ફિટનેસનું ધ્યાન રાખે છે એટલું તેના દીકરા વિયાન માટે પણ એક્ટિવ છે. વિયાન સ્પોર્ટસ્ એક્ટિવિટીઝમાં ઘણો એક્ટિવ રહે છે.

એટલું જ નહીં વિયાન WWEનો પણ બહુ મોટો ફેન છે અને ફાઈટર્સની ફાઈટ જોવે છે. તાજેતરમાં જ WWE ઈન્ડિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોસ્ટ, વિયાન અને તેના મનપસંદ રેસલર્સ પર સવાલ કરી રહ્યો છે. વિયાન રસપ્રદ રીતે તેના સવાલ આપતો જોવા મળે છે.

વીડિયોના એન્ડમાં વિયાન માટે એક સ્પેશ્યિલ સરપ્રાઈઝ છે જેને જોઈ તે ઘણો ખુશ થાય છે. જોકે વીડિયોના અંતમાં જોન સીના વિયાનને એક સ્પેશ્યિલ મેસેજ આપે છે અને તેને સ્પોર્ટસ માટે પ્રોત્સાહિત કરે છે. વીડિયોમાં જોન સીના કહે છે કે હાય વિયાન, હું તારો મિત્ર જોન સીના.

મેં તમારો વીડિયો જોયો અને તારા મસલ્સને જોયા. મારે જિમમાં જઈ કામ કરવું પડશે. મેં તને ગીત ગાતા જોયો હતો. મારો સમય થઈ ગયો છે, હવે તારો સમય છે. તું શાઈન કર. વિયાન આ મેસેજ જોઈને ઘણો ખુશ થયો અને ખુશીથી ઉછળવા લાગ્યો હતો.

શિલ્પા શેટ્ટીએ પણ ટ્વીટર પર આ વાત શેર કરી અને લખ્યું કે,’OMG, મારા દીકરાનું પહેલો ઈન્ટરવ્યૂ. આ દરમિયાન તે WWE અને જોન સીના માટે તેનો પ્રેમ દર્શાવતો જોવા મળે છે. મને એ વાતનો અંદાજ નહોતો કે તેને બધું ખબર છે. ત્યારબાદ તેને WWE Indiaનો આભાર માન્યો.’

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!