GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

SBIની આ સુવિધા માટે નહિ ચુકવવો પડે કોઇ ચાર્જ, કરોડો લોકોને મળશે લાભ

દેશનો સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે પૈસાની લેવડ-દેવડથી જોડાયેલી સર્વિસ IMPS સર્વિસને 1 ઓગષ્ટથી બિલકુલ મફત કરવા જઈ રહી છે. એટલે કે 10 દિવસ પછી એસબીઆઈના ગ્રાહકોએ IMPS દ્વારા પૈસા ટ્રાંસફર કરવામાં હવે કોઇ ચાર્જ લાગશે નહીં.

આ પહેલા એસબીઆઈએ RTGS અને NEFT ચાર્જ યોનો, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ કસ્ટમર માટે 1 જુલાઈથી ચાર્જ ખતમ કરી દીધો હતો. હવે બેન્ક IMPSના ચાર્જ યોનો, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ કસ્ટમર માટે 1 ઓગષ્ટથી ખતમ કરી દેશે.

31 માર્ચ 2019 સુધી એસબીઆઈના 6 કરોડ કસ્ટમર ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યાં જ 1.41 કરોડ કસ્ટમર મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યાં છે. એસબીઆઈ બેંકના ડિજિટલ પ્લેટફોર્મ યોનો ના લગભગ 1 કરોડ યૂઝર છે. બેંકનુ માનવુ છે કે IMPS, RTGS અને NEFT પર ચાર્જ ખતમ કરવાથી ડીઝીટલ ટ્રાંજેક્શન કરનાર લોકોની સંખ્યામાં વધારો થશે.

શું છે IMPS સર્વિસ

આ દ્વારા તમે 24X7 ફંડ ટ્રાંસફર કરી શકો છો. આ સર્વિસની ખાસ વાત એ છે કે તેમાં રિયલ ટાઈમ એટલે કે તરત સામેના વ્યક્તિના એકાઉન્ટમાં આવી જાય છે.

જો તમે કોઈ વ્યક્તિને IMPS દ્વારા રાત્રે એક વાગ્યે ફંડ ટ્રાંસફર કર્યા છે તો તે સમયે એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં પહોંચી જશે.

આ સેવા રજાના દિવસે પણ ઉપયોગ કરી શકશો.

READ ALSO

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!