GSTV

સમાગમ સમયે પત્ની સંયમ અને મર્યાદા જાય છે ભૂલી, સવાર, બપોર કે સાંજ પણ નથી જોતી

પરાગ તૈયાર થઈને બહાર આવતાં બોલ્યો, ‘ના નેહા, અત્યારે મારી પાસે એક મિનિટનો પણ સમય નથી.’ અને એ ઝડપથી સીડી ઉતરી ગયો. પરાગની સોના-ચાંદીનાં દાગીનાની દુકાન હતી. આજે એને એક અમીર ગ્રાહક પાસે ઘરેણાંના પૈસાની ઉઘરાણી કરવા જવાનું હતું. નેહા પરાગના ઈન્કારથી ક્ષુબ્ધ બની ગઈ અને બેડરૂમમાં જઈ પલંગમાં પડી રડવા લાગી. એણે મનોમન નક્કી કરી લીધું કે આજે તો પરાગને સંભળાવીને જ રહીશ.

પરાગ રાતના લગભગ આઠ વાગ્યે પાછો આવ્યો. એણે નેહાને કહ્યું, ‘ચાલ નેહા, આજે આપણે હોટલમાં જમવા જઈએ.’

‘ના, મારે નથી જવું.’ નેહા નિર્લેપ ભાવે બોલી.

‘કેમ? અરે, હજી તો આઠ જ વાગ્યા છે. બે-ત્રણ કલાક બહાર ફરીશું. ચાલ, તૈયાર થઈ જા.’ પરાગે આગ્રહ કર્યો.

‘એક વાર ના કહી કે, આજે મારી બહાર જવાની બિલકુલ ઈચ્છા નથી. વળી તમારી પાસે મારે માટે એટલો સમય ક્યાં છે? તમને તો મારી સહેજ પણ દરકાર નથી. આજે રજાના દિવસે પણ હું આખો દિવસ ઘરમાં એકલી જ પડી રહી. જરા મારી બહેનપણી ગીરાને જુઓ. જતીન એને રોજ બહાર ફરવા લઈ જાય છે. ક્યારેક રેસ્ટોરન્ટમાં, ક્યારેક ખરીદી કરવા તો ક્યારેક કલબમાં અને અઠવાડિયામાં બે વાર ફિલ્મ જોવા પણ લઈ જાય છે. જ્યારે મારે આખો દિવસ ચાર દીવાલો વચ્ચે જ ગોંધાઈ રહેવું પડે છે. મને તો ઘરનું કામકાજ અને રસોઈ કરવા માટે જ પરણી લાવ્યા છો ને? એના કરતાં એક કામવાળી રાખી લેવી હતી ને? લગ્ન કરવાની શી જરૂર હતી?’ નેહાએ એકી શ્વાસે ઊભરો ઠાલવ્યો.

એક માત્ર નેહા જ નહીં, અનેક પત્નીઓ પોતાના પતિઓને દિવસમાં કેટલીય વાર આ રીતે ‘મીઠાં વચન’ સંભળાવતી રહે છે અને પતિની દ્રષ્ટિએ ગૌરવ ગુમાવતી જાય છે.

ખરેખર તો જે રીતે તમે અપરિચિત લોકો, મહેમાનો કે સંબંધીઓ સાથે સમજી વિચારીને સંયમપૂર્વક વાત કરો છો, એ જ રીતે પતિ સાથે પણ સંયમપૂર્વક, નમ્રતાથી જરૂરી હોય એટલી જ વાતચીત કરવી જોઈએ. નાની-નાની વાતમાં પતિને મનફાવે તેમ સંભળાવી દેનાર પત્ની આખાબોલી ગણાઈ જાય છે. જો એ પતિ સાથેની વાતચીતમાં વાણીમાં સંયમ રાખતી હોય, તો એની ઈચ્છાપૂર્તિ થાય છે અને સાથોસાથ પતિની નજરમાં એનું માન પણ ખૂબ વધી જાય છે.

એવું પણ નથી હોતું કે પતિને પત્ની સાથે હરવા-ફરવાનું, ફિલ્મ જોવાનું ગમતું જ ન હોય, પરંતુ પતિને પણ કેટલીક અંગત મુશ્કેલીઓ હોય છે. પત્નીએ તે સમજીને જ માગણી કરવી જોઈએ. જો કોઈ પત્ની પોતાની ઈચ્છાપૂર્તિ માટે સંયમની લક્ષ્મણ રેખા ઓળંગી જાય, તો એક દિવસ એવો પણ આવે જ્યારે એ પોતે જ પોતાની દ્રષ્ટિમાં ઊતરી જાય.

લીનાની વાત કરીએ. એ સાવ સીધી સાદી અને સરળ સ્વભાવની છોકરી હતી. તે બારમા ધોરણમાં ભણતી હતી, ત્યારે જ એનાં લગ્ન થઈ ગયા. લીનાનો પતિ રવિ સુખી પરિવારનો હોવા છતાં શાંત અને પોતાના કામ સાથે જ નિસ્બત રાખનાર સુશિક્ષિત યુવાન હતો. એ લીનાની ખૂબ સંભાળ રાખતો તથા એની દરેક ઈચ્છા પૂરી કરીને એને ખુશ રાખતો.

આનું પરિણામ એ આવ્યું કે, લગ્નને ૫-૬ મહિના માંડ વિત્યા હશે ત્યાં જ લીના ઉચ્છૃંખલ ચંચળ તથા કામુક બની ગઈ. પતિને જોતાં જ એનો દેહ કામાગ્નિમાં પ્રજવળી ઊઠતો અને એ પોતાના પર નિયંત્રણ રાખી શકતી નહીં.

પોતાના બે માળના બંગલામાં રવિએ ઉપરના માળે રહેઠાણ તથા નીચે ઓફિસ રાખી હતી. બપોરે જમવા માટે એ ઉપર જતો. એક દિવસ એ જમવા માટે ઉપર આવ્યો. જમીને એ પાછો નીચે જતો હતો ત્યારે લીનાએ કહ્યું, ‘રવિ, મારે તમારું કામ છે.’

‘જલદી બોલ, આજે ઓફિસમાં ખૂબ કામ છે.’

‘ના, પહેલાં તમે અંદર આવો પછી કહીશ.’ લીના અનોખી અદાથી બોલી.

રવિ રૂમમાં આવ્યો કે તરત જ લીનાએ બારણું બંધ કરી દીધું.

‘ના, રીટા, અત્યારે નહીં…’ હજી રવિ વાક્ય પૂરું કરે ત્યાર પહેલાં જ કામાતુર બનેલી લીનાએ એને આલિંગનમાં જકડી લીધો.

ત્યાર બાદ તો પ્રતિદિન આમ બનવા લાગ્યું. રોજના આવા સંયમ વિનાના વર્તનથી કંટાળીને રવિએ બપોરે નીચે ઓફિસમાં જ ભોજન મંગાવવાનું શરૂ કરી દીધું.

મિલન પણ રવિની માફક જ કંટાળી ગયો હતો. એ સવારે નવ વાગતાં જ ઓફિસે ચાલ્યો જતો. મીના ઘરનું બધું કામકાજ પૂરું કરે ત્યાં સુધીમાં બપોરના બાર વાગી જતા. નવરી પડે એટલે એને પતિની યાદ આવતી.

એ તરત મિલનની ઓફિસે ફોન કરતી પછી તો દિવસમાં ૩-૪ વાર મિલનને ફોન કરવાની એને કુટેવ પડી ગઈ. એ ફોન પર જ મિલન સાથે પ્રેમાલાપ શરૂ કરી દેતી.

મીના જ્યારે ફોન કરે ત્યારે દરેક વખતે મિલન કહેતો, ‘અત્યારે મારે ખૂબ જ કામ છે. ઘેર આવું ત્યારે વાત કરીશું.’

આમ છતાં મીનાની આદતમાં પરિવર્તન ન આવ્યું, ત્યારે એક દિવસ ચિડાઈ મિલને ફોન મૂકી દીધો.

સંયમ એક એવી મર્યાદા રેખા છે, જેમાં રહેવાથી જ વ્યક્તિ સમ્માન મેળવી શકે છે. પત્નીએ કાયમ પતિ સાથે સંયમપૂર્વક વર્તવું જોઈએ. એ જ્યારે સંયમની હદ હટાવી જાય છે, ત્યારે જાતે જ એની કિંમત ઘટાડે છે.

મધુની માનસિક સ્થિતિ તો મીનાની સ્થિતિ કરતાં પણ વધારે તકલીફવાળી હતી. એના માટે રાત શારીરિક વાસનાપૂર્તિની પ્રેરણા જ હતી. વાસના પાછળ આંધળી બનેલી મધુ સ્ત્રી સહજ ધૈર્ય પણ ગુમાવી બેઠી હતી. સમાગમ દરમ્યાન સંયમ તથા મર્યાદા ગુમાવીને એ એટલી આક્રમક બની જતી કે એનો પતિ સુરેશ અકળાઈ જતો. પતિની ઈચ્છા અનિચ્છાની એને પરવા જ ન રહેતી. સમાગમ દરમ્યાન એ ઉન્મુક્ત અને સ્વછંદ રીતે વર્તતી.

બિચારો સુરેશ આખા દિવસના કામકાજથી થાકીને ઘેર આવે ત્યારે મધુનો આવો સ્વછંદ વ્યવહાર જોઈ એ ખિન્ન બની જતો. ધીમે ધીમે એ રાતે મોડો ઘેર જવા લાગ્યો. ક્યારેક એ એટલો મોડો જતો કે મધુ એની રાહ જોતાં જોતાં જ ઊંઘી ગઈ હોય. કોઈ વાર સમયસર ઘેર જવું પડે ત્યારે માથાના કે પેટના દુખાવાનું બહાનું કાઢી એ બીજા રૂમમાં સૂઈ જતો.

અલબત્ત પતિ સાથે ઉન્મુક્ત ભાવે સમાગમ સુખ માણવું, તેમાં કોઈ અનુચિત કાર્ય નથી, છતાં જો પત્ની પતિની ઈચ્છા અનિચ્છાનું ધ્યાન રાખીને વર્તે તો એ અવશ્ય વધુ પ્રમાણમાં શારીરિક સુખ મેળવી શકશે અને સાથોસાથ પરાકાષ્ઠાનો માનસિક સંતોષ પણ અનુભવી શકશે.

દરેક પત્નીના મનમાં એવી ઈચ્છા રહેલી હોય છે કે પતિની દ્રષ્ટિમાં પોતાનું સ્થાન સદા ઊંચુ રહે, પતિ પોતાનું માન જાળવે અને પોતાની દરેક ઈચ્છા અને આકાંક્ષાની પૂર્તિ પણ કરે. પતિની પ્રથમ અને આખરી પસંદ પોતે જ હોય. એ સ્થિતિને જાળવી રાખવા પત્નીએ સંયમ, મર્યાદા, નૈતિકતા તથા કર્તવ્યનું ધ્યાન રાખવું જોઈએ. પતિનો પૂર્ણપ્રેમ તેમ જ તેમના તરફથી માન પ્રાપ્ત કરવાનું સાચું રહસ્ય સંયમપૂર્વકના વ્યવહારમાં છુપાયેલું છે.

Related posts

ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Ankita Trada

વર્લ્ડ હાર્ટ ડેઃ હાર્ટને હેલ્ધી રાખવા આ 5 વાતોનું ધ્યાન રાખો, 3 માંથી 1 મૃત્યુ થાય છે હાર્ટ એટેકથી

Karan

પતિને આવ્યો કોલ- ભાઈ ભાભી અજાણ્યા યુવક સાથે ફરી રહી છે અને પછી…..

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!