GSTV

બિચારીનો પતિ બહારથી જવાન અને અંદરથી ઘરડો છે, સંદીપ અડધી રાતે શિવાનીની કમરમાં હાથ ફેરવતો પણ…

સવિતાદેવી પોતાની દીકરી શિવાનીની સગાઈ કરી બે દિવસ પહેલાં જ પાછી આવી હતી. તેનો ચહેરો પ્રસન્નતાથી ચમકી રહ્યો હતો. કેટલાંય વર્ષોથી તે શિવાનીનો વિવાહ કરાવવા પ્રયત્ન કરી રહી હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સગપણ ક્યાંય નક્કી થતું નહોતું. ક્યાંક શિવાનીના રંગરૂપ આડે આવતા હતા, તો ક્યાંક લેવડ-દેવડ પર વાત અટકી જતી હતી. કેટલાંક ઘરોમાં સગપણની વાત ઘણી આગળ વધી ગઈ હતી પણ પછી અચાનક છોકરાવાળાએ કંઈપણ જણાવ્યા વગર એકદમ મૌન ધારણ કરી લીધું. કદાચ તેમને શિવાનીના બે-કાબૂ વ્યવહારની ખબર પડી ગઈ હતી. બીજી બાજુ વારંવારના ઈન્કાર અને અસ્વીકારે શિવાનીને ઘણી ઉગ્ર બનાવી દીધી હતી. આખરે એક દિવસ તેનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે સ્પષ્ટ કહી દીધું, ”હું હવે રોજરોજના આ અપમાનો સહન કરી શકતી નથી. મારે લગ્ન જ કરવાં નથી…”

શિવાનીના ક્રોધથી તેની મા પણ ભયભીત રહેતી હતી, એટલે ઘણા સમયથી તે ક્યાંય પણ લગ્નની વાત કરતી ન હતી, પણ અચાનક એક દિવસ બનારસથી તેમના દિયરનો ફોન આવ્યો. કહ્યું, ‘ભાભી, શિવાની માટે ઘણો સારો છોકરો અને ઘરપરિવાર મારા ધ્યાન પર આવ્યો છે. તમે એને લઈને અહીં આવી જાવ. એ લોકો છોકરીને જોવા માંગે છે.” ”હું કેવી રીતે તેને ત્યાં લઈને આવું. તે લગ્નના નામથી જ ભડકી ઊઠે છે.” ”તમે મને મળવાનું બહાનું બનાવી લઈ આવો… તેને સગપણની વાત ન કરતા.” બનારસ પહોંચી શિવાનીને ખબર પડી તો તે ઘણી ગુસ્સે થઈ ગઈ અને છોકરાવાળાની સામે જવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારે તેના કાકાએ કહ્યું, ”ઠીક છે, હું તો આજે સાંજે તેમને બોલાવી ચૂક્યો છું. હવે તારે મને લજ્જિત કરવો જ હોય તો કર. હું કદી દઈશ કે મારી ભત્રીજી મારી વાત સાંભળતી નથી.”

આ સાંભળી શિવાની થોડી નરમ પડી અને પછી વાત માની ગઈ. સાંજે છોકરો, તેનાં માતાપિતા અને બે મોટી બહેનો જોવા માટે આવી. બધા માણસો ઘણા સભ્ય લાગી રહ્યા હતા. છોકરો સંદીપ ખૂબ શાંત, લાંબો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. તેને જોઈ અને તેની સાથે વાત કરી શિવાનીનો ગુસ્સો એકદમ નરમ પડી ગયો. તે લોકો થોડા દિવસોમાં જવાબ આપવાની વાત કહીને ચાલ્યા ગયા. સવિતા તથા તેના પરિવારના દિવસો અધીરાઈથી વીતવા લાગ્યા. ૧૫ દિવસ પછી જ્યારે ત્યાંથી છોકરી પસંદ હોવાના સમાચાર આવ્યા તો આખા પરિવારની ખુશીનો પાર ન રહ્યો. બધાં કહી રહ્યા હતા જુઓ, અચાનક કેવું સરસ સગપણ અને ઘર-પરિવાર મળી ગયાં.

લગ્ન આવતા મહિને બનારસમાં થવાના હતા. સંદીપના પિતા ૭૦ વર્ષના રિટાયર્ડ વ્યક્તિ હતા. તે પોતાની પત્નીની સાથે અલાહાબાદમાં રહેતા હતા. તેમણે માત્ર એટલી જ વિનંતી કરી હતી કે લગ્ન બનારસમાં કરવામાં આવે. આટલે દૂર જાન લાવવી તેમના માટે મુશ્કેલ હતું. બનારસ જતાં પહેલાં સવિતાએ પોતાના ઘરે મહિલા સંગીતનું આયોજન કર્યું. પોતાની કોલોનીની મહિલાઓ, બધાં પરિચિતો, સખી-સાહેલીઓ અને સગાં-સંબંધીઓને આમંત્રિત કર્યાં. સગપણ બાબતે જાણ કરી. સગાઈની વીડિયો-ફિલ્મ પણ બતાવી. ભાવિ જમાઈ અને તેના કુટુંબીજનોની ખૂબ પ્રશંસા કરી. બધી મહિલાઓએ સવિતાને અભિનંદન આપ્યા અને શિવાની માટે ભેટ-સોગાદો આપી. તે પછી સવિતા પોતાના પરિવારની સાથે બનારસ ચાલ્યા ગયા.

શિવાની આખી કોલોનીમાં ઝઘડાખોર અને તુંડમિજાજીના નામથી ઓળખાતી હતી. તે જ્યારે કોઈની સાથે લડતી-ઝઘડતી હતી તો બધી સજ્જનતાઈ, શરમ-વિવેકમર્યાદા એકબાજુ મૂકી દેતી હતી. શબ્દોના એવા તીખા ડંખ મારતી હતી કે સાંભળવાવાળા સડક થઈ જતા હતા. એનું હથિયાર માત્ર એ જ હતું કે તેના સ્તરથી નીચે ઊતરીને તેની સાથે કોઈ ટક્કર લઈ શકતા નહોતા. આ જ કારણથી તેનું નામ ઝઘડાખોર તુંડમિજાજી પડી ગયું હતું. સવિતા અને શિવાનીના ગયા પછી કોલોનીની મહિલાઓમાં શિવાનીની ચર્ચા ઘણા દિવસો સુધી ચાલતી રહી કે અરે, આપણે બધાં તો કહેતા હતા કે આ કંકાસિયણ સાથે કોણ લગ્ન કરશે, પણ તેને તો કેટલો સુંદર અને એન્જિનિયર છોકરો મળી ગયો છે. તેના પરિવારના લોકો પણ સારા લાગી રહ્યા છે. કોણ જાણે આ ઝઘડાખોરને કેવી રીતે પસંદ કરી લીધી?

લગ્ન નિર્વિધ્ને પૂરાં થઈ ગયાં. શિવાની થોડા દિવસ અલાહાબાદ રહી. તે પછી હનીમૂન પર જતી રહી અને પછી સંદીપની સાથે રહેવા તેના ઘરે આવી ગઈ. એક વર્ષ હસીખુશીથી વીતી ગયું. તે પછી જિંદગી સામાન્ય રીતે ચોક્કસ ઘરેડમાં ચાલવા લાગી. સંદીપ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સવારે નવ વાગ્યે ઘરેથી નીકળી જતો અને સાંજે આઠ વાગ્યા પહેલાં ઘરે આવતો ન હતો. શિવાની આખો દિવસ કંટાળી જતી. એક દિવસ પરેશાન થઈને સંદીપને કહ્યું, ”મારે તો સમય પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે… દિવસભર શું કરું, કશું સમજાતું નથી.’

”આ સમસ્યા તો તારે જ હલ કરવી પડશે. હું તેમાં કંઈ ન કરી શકું. ઈચ્છા હોય તો કોઈ કામ તું પણ કરી લે કે પછી ભણવા માટે તારી યોગ્યતા વધાર, પત્રવ્યવહાર દ્વારા બી.એડ. કરી લે. કોઈપણ સ્કૂલમાં સારી નોકરી મળી જશે.” શિવાનીને આ બધું સમજમાં ન આવ્યું. તેને અભ્યાસમાં કે નોકરીમાં કોઈ રસ નહોતો. તે તો મોજમસ્તીભરી જિંદગી જીવવા માંગતી હતી. ઘરે આવીને પણ સંદીપનું રહેવું એ ન રહેવા બરાબર જ હતું. જમવાનું જમીને તે સૂઈ જતો. શિવાની જ્યાં સુધી જરૂરી કામ પતાવીને આવતી ત્યાં સુધીમાં તો ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હોય. શિવાની મનમાં ને મનમાં બબડતી એક બાજુ સઈ જતી. તેને મોડે સુધી ઊંઘ આવતી નહોતી.

અડધી રાત પછી સંદીપની ઊંઘ થોડી હળવી થતી તો તે શિવાનીની બાજુ હાથ ફેલાવતો પણ શિવાની ગાઢ નિદ્રાનું બહાનું બનાવી પડી રહેતી. મનમાં આશા ઊભી થતી હતી કે પ્રેમથી ખુશામત કરીને નજીક આવવાની કોશિશ કરશે પણ એવું કંઈ ન થતું. થોડી જ વારમાં સંદીપ ફરીથી ઊંઘી જતો. આનાથી શિવાની વધુ સળગી જતી હતી. સંદીપનું આ વર્તન તેને ઘણું ડંખતું હતું. સવારે શિવાની ઘણી નારાજગી સાથે ઊઠતી. સામે પડેલા કોઈપણ જાતના હેતુ વગરના લાંબા દિવસની કલ્પનાથી જ તેનું મગજ ખરાબ થઈ જતું. પોતાની આવી હાલતથી શિવાની પરેશાન થઈ ગઈ હતી, ત્યારે તેણે પોતાના પાડોશીઓ સાથે ઓળખાણ કરવાનું વિચાર્યું. સંદીપના ગયા પછી તૈયારે થઈને તે એક ફ્લેટમાં ગઈ. ઘંટડી વગાડતાં નોકરાણીએ દરવાજો ખોલ્યો. ”હું અહીંના લોકોને મળવા આવી છું.” શિવાની બોલી. ”અહીં તો દિવસે કોઈ નહીં મળે. સાહેબ અને મેડમ ૮ વાગ્યે જ નોકરી પર નીરળી જાય છે. સાંજે ૭ વાગ્યે પાછા આવે છે. રજાના દિવસે મળશે.” ૧-૨ બીજા ફ્લેટમાં ગઈ તો ત્યાં પણ કોઈ ન મળ્યું. બીજા દિવસે શિવાની એક બીજા ફ્લેટમાં ગઈ. ત્યાં એક તેની જ ઉંમરની યુવતીને જોઈ તે ખુશ થઈ ગઈ. પોતાનો પરિચય આપ્યો અને આવવાનો હેતુ જણાવ્યો, ”અત્યાર સુધી હું જે પણ ફ્લેટમાં ગઈ, કોઈ ન મળ્યું. સારું થયું તમારી સાથે મુલાકાત થઈ. આપણે બંને સાથે મળી પોતાનો થોડો સમય તો પસાર કરીશું.”

યુવતી સ્મિત વેરતા બોલી, ”અહીં આજુબાજુમાં જેટલા પરિવાર છે, બધાં પતિ-પત્ની નોકરી કરે છે, હું પણ નોકરી કરું છું. આજે થોડા કામથી ઘરે છું હું… મારું માનો તો તમે પણ કોઈ નોકરી શોધી લો, નહીં તો પરેશાન થઈ જશો.” શિવાની સંકોચ સાથે બોલી, ”મારી પાસે કામ કરવા માટે કોઈ વિશેષ આવડત નથી.” યુવતી બોલીસ ”નાનું-મોટું કોઈપણ કામ કરી લો. તમને પૈસાની સમસ્યા તો નથી, સમસ્યા છે સમય પસાર કરવાની,” થોડા મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. સંદીપનાં ઘરે તેની બહેનો અને ભાભીઓ આવી હતી. ઘરમાં હસીખુશીનો માહોલ હતો. રાખડી બાંધવાની રસમ અને બપોરનું જમવાનું જમ્યા પછી બધાં ગપસપ કરવા લાગ્યા. વર્ષમાં ૨-૪ વાર જ આવા પ્રસંગો હોય છે, જ્યારે બધાં મળીએ છીએ અને મોજમસ્તી કરીએ છીએ.

અચાનક શિવાનીને કોણ જાણે શું સૂઝ્યું કે બધાંની સામે સંદીપની ફરિયાદો શરૂ કરી દીધી કે ઘરે મોડા આવે છે. મારી દરકાર કરતા નથી, કોણ જાણે કેટલીકેટલી છોકરીઓ સાથે ફરે છે વગેરે આળ લગાવવા લાગી. સંદીપ તેનો બધો બકવાસ ચુપચાપ સાંભળતો રહ્યો. કોઈ વિરોધ ન કર્યો. તેણે વિચાર્યું, ‘આ તો ફજેતી કરી રહી છે., હું શું કામ વધારે તમાશો દેખાડું.’ મૂર્ખ શિવાની નહોતી જાણતી કે આનાથી તેની ઈમેજ સારી નથી બની રહી. સંદીપને બધા ખૂબ સારી રીતે ઓળખતા હતા, એટલે બધા ચુપ રહ્યા. ત્યારે સંદીપની ભાભીઓને શિવાનીએ કહ્યું, ”આ તો નીરસ છે, ઘરડા છે… મને તો પસંદ જ નથી કરતા.” સંદીપની બહેન માલવી કટાક્ષમાં બોલી, ”સારું, તમે લગ્ન પહેલાં શું સંદીપને જોયા નહોતા? તો પછી એ તમને ઘરડા કેવી રીતે લાગી રહ્યા છે? તમારાથી ચાર વર્ષ જ તો મોટાં છે.” બીજી બહેન રાખી મસ્તીખોર અંદાજમાં બોલી, ”અલી, તું કેમ વચ્ચે ટપકી રહી છે. તેમની પત્ની તેમના વિશે વધારે જાણે છે કે તું? પછી હાય, બિચારીનો પતિ બહારથી જવાન અને અંદરથી ઘરડો છે.” બધાં ખડખડાટ હસવા લાગ્યાં.

શિવાનીને લાગ્યું કે આ તો બાજી ઊંધી પડી. આ રીતે મશ્કરીને પાત્ર બનવાથી તેનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. ગુસ્સાથી લાલઘૂમ ચહેરો અને આગ ઝરતી આંખો કાઢતાં તે બોલી, ”વગર કંઈ સમજે-વિચાર્યે તમે લોકોએ મારી મજાક ઉડાડવાની હિંમત કેવી રીતે કરી? આ અસભ્ય હરકતની સજા તમને લોકોને ન અપાવું તો મારું નામ નહીં… એકેએકને જેલ ભેગા કરાવી દઈશ.” તેના આ વર્તનથી ચિડાઈને માલવી બોલી, ”હા, હા, તારા બાપનું રાજ ચાલે છે ને, તે બધાને જેલ મોકલી દઈશ.” તેની વાતે બળતામાં ઘી હોમ્યું. શિવાની ગુસ્સાથી પાગલ થઈ બરાડી ઊઠી, ”બહુ જ જલદી ખબર પડી જશે કે કોનું રાજ છે, જોઈ લેજો હું શું કરું છું.” અને શિવાની ટેબલ પર રાખેલાં વાસણો અને થાળીઓ ઉઠાવી ફરસ પર પટકાવી બૂમો પાડતી, પગ પછાડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. પળવારમાં, વાતાવરણમાં નિરાશા છવાઈ ગઈ. મહેમાનોને લાગ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ. તેઓ બધા થોડીવાર ચુપચાપ બેસી રહ્યા, પછી માફી માંગીને ચાલ્યા ગયા.

થોડીવાર પછી સંદીપે શિવાની સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ફૂંફાડા મારતી બોલી, ”દૂર હટો, હવે તમારી જીભ ખૂલી છે, જ્યારે મારો તમાશો બની રહ્યો હતો ત્યારે તો જીભ પર તાળું લગાવ્યું હતું.”સંદીપ બોલ્યો, ”એની જવાબદાર તું જ છે, હું નહીં. અસભ્ય વાતો તો તું જ કહી રહી હતી.” ”તમને નોકરી અને ઊંઘવા સિવાય બીજું કંઈ સમજાય છે? ક્યારેય વિચાર્યું છે કે હું કેવી રીતે ઘડિયાળ જોઈ જોઈને દિવસો વિતાવું છું, એ આશામાં કે સાંજે તમે આવશો તો કંઈક વાતો થશે. ક્યારેય વિચાર્યું છે કે મને પણ પ્રેમ તેમજ અન્ય એ સંબંધોની જરૂર છે, જે દરેક પરિણીત સ્ત્રીને સહજ ઉપલબ્ધ છે?” શિવાનીએ કહ્યું. સંદીપ એકદમ ભડકી ઊઠયો, ”તો શું કરું, નોકરી છોડી દઉં? બસ, પતિ-ધર્મનું પાલન કરું… બે દિવસમાં જ લોટ-દાળનો ભાવ ખબર પડી જશે. આ મોટીમોટી વાતો એટલે કહી રહી છે કે દર મહિને ૭૦ હજાર રૂપિયા હાથમાં આવે છે. રહી તારી નીરસ દિનચર્યાની વાત તો કોઈ કામ કરીને તારો સમય પસાર કર. બધાં વ્યસ્ત પતિઓની પત્નીઓ આમ જ કરે છે.”

ઘણા દિવસો સુધી શિવાની ગુસ્સામાં સળગતી રહી. તેનો ગુસ્સો કોઈ રીતે શાંત થતો નહોતો. તે દિવસની તે મજાક અને કટાક્ષભરી વાતો તેના કાનોમાં ગુંજતી રહેતી હતી. એ બધાની સામે કેવી રીતે બદલો લેવામાં આવે, એ જ દિવસ-રાત વિચારતી હતી. પછી ધીરેધીરે તેના મનમાં એક યોજના આકાર પામવા લાગી. આ બધાની પર દહેજ માટે ત્રાસ ગુજારવાનો આરોપ લગાવી દઉં. એક ફરિયાદ જ કરવાની વાર છે. બધાને પકડીને જેલમાં પૂરી દેવામાં આવશે. કોઈ જામીન પણ નહીં મળે. ખૂબ મજા આવશે. બધાના ચહેરા જોવાલાયક હશે. મારી સાથે લડવાનું પરિણામ શું આવી શકે છે, તેની તેમને ખબર પડી જશે. આ યોજના પર શિવાની જેટલું વિચારતી તેનો ઈરાદો એટલો જ મજબૂત બનતો જતો. તેનાથી તેને પોતાને શું અને કેટલું નુકસાન થશે, એ તરફ તેનું ધ્યાન જ નહોતું. બદલો, બદલો. માત્ર આ જ વાત તેના દિમાગમાં ઘૂમી રહી હતી અને તેનાથી જે આનંદ મળશે એ જ તેનું લક્ષ હતું.

બસ પછી તો શું, શિવાનીએ થાણામાં જઈ ફરિયાદ લખાવી દીધી. સંદીપની બહેનો અને ભાભીઓ પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો. થોડું મીઠું-મરચું વધારે ભભરાવવામાં આવે, એ વિચારી તેણે માતાપિતાનું નામ પણ ફરિયાદમાં સામેલ કરી દીધું. ફરિયાદ પછી તરત જ કાર્યવાહી શરૂ થઈ. પોલીસે સંદીપની બહેનો અને ભાભીઓની ધરપકડ કરી લીધી. અલાહાબાદથી તેમના માતાપિતાની પણ ધરપકડ કરવામાં આવી. બધાંના ઘરોમાં અફરાતફરી મચી ગઈ. સંદીપની માતા હાઈ બ્લડપ્રેશરના દર્દી હતા. આ માનસિક આઘાતથી તેમનું બ્લપ્રેશર એકદમ વધી ગયું. તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. પિતા લાગણીહીન ચહેરાથી શૂન્યમાં તાકીને જોતાં જ રહી ગયા. સંદીપે પરેશાન થઈ શિવાનીની મા અને કાકાનેતેનીઆ હરકતની જાણ કરી. તેઓ તરત જ દોડી આવ્યા. શિવાનીને ઘણું ખરુંખોટું કહ્યું, પરંતુ તેના પર કોઈ અસર ન થઈ. તે તો આ સ્થિતિની મજા લઈ રહી હતી.

કાકાએ પોલીસ સ્ટેશનમાં જઈ જુબાની આપી, ”અમે લોકોએ કોઈ દહેજ નથી આપ્યું અને ન તો અમારી પાસે માંગવામાં આવ્યું. અમારી છોકરીએ ખોટી ફરિયાદ કરી છે… તેને કોઈએ દબાણ નથી કર્યું.” પછી તેમણે શિવાનીને પણ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહ્યું. થોડાંક દિવસોમાં બધું નોર્મલ થઈ ગયું. શિવાનીનો બદલો પૂરો થઈ ગયો. તેણે ખંધું હાસ્ય વેરીને બધાંની સામે જોયું. સંદીપે શિવાનીને કહ્યું, ”તું તારા બિસ્તરા-પોટલા બાંધ અને તારી માની સાથે જતી રહે.” ”હું શા માટે જાઉં, મારું ઘર છે આ, હું તો અહીં જ રહીશ.” ”ઠીક છે, તું નહીં તો હું જ જતો રહું છું. તારી સાથે હવે કોઈપણ સંજોગોમાં નહીં રહી શકું.” સંદીપે પોતાનો નિર્ણય સંભળાવ્યો. શિવાનીનાં કાકા અને માએ ઘણી માફી માંગી કે શિવાનીને એકવાર માફ કરી દો, પણ સંદીપ પોતાના નિર્ણય પર અડગ રહ્યો, ”હું આવી ખતરનાક, લાગણીહીન, ક્રૂર સ્ત્રીની સાથએ રહીને મારા પરિવારને અસલામત નથી કરવા માંગતો… તમે લોકો મને માફ કરો. આ તો એ લોકોમાંની છે, જે પોતાના જ ઘરને આગ લગાડીને તમશો જુએ છે, આખરે શું વિચારી તેણે આ શરમજનક કામ કર્યું? હવે પછી મારા કે કોઈના પણ દિલમાં આના માટે કોઈ અવકાશ રહેશે ખરો, તમે કહો?”

Related posts

મહિલાઓ ખાસ વાંચી લેજો…અયોગ્ય ફિટિંગની બ્રા પહેરવાના આ છે 5 મોટા નુકસાન

Bansari

Skin Care Tips: શિયાળામાં સ્કિનનું રાખો ખાસ ધ્યાન, આ સરળ ટીપ્સથી મળશે ચમકતી ત્વચા અને ગ્લો

Ankita Trada

સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે ગ્રીન ટી, ખીલને દૂરકરવા માટે છે સૌથી કારગર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!