GSTV
Home » News » Renault Dusterનું નવું વર્ઝન લોન્ચ, કિંમત પણ ખિસ્સાને પરવળે તેવી

Renault Dusterનું નવું વર્ઝન લોન્ચ, કિંમત પણ ખિસ્સાને પરવળે તેવી

કાર બનાવનારી રેનો ઈન્ડિયાએ તેનું એસયૂવી મોડલ ડસ્ટરનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. તેની એક્સ શો-રૂમ કિંમત 8 લાખથી 12.5 લાખ રૂપિયાની વચ્ચે છે.

રેનો ઈન્ડિયાએ એક બયાનમાં કહ્યું કે, નવી ડસ્ટરમાં તેણે 25 ફીચર આપ્યા છે. તેમાં એપલ ફોનથી જોડાઈ શકે તેવો એપલ કારપ્લે, એન્ડ્રોઈડ ફોનને અવાજથી સૂચના આપવાની સુવિધાની સાથે જોડવા માટે એન્ડ્રાઈડ ઓટો અને ઈકો ગાઈડ જેવા ફીચર પણ સામેલ છે.

આ ઉપરાંત ઘણા સુરક્ષા ધોરણો અને પહાડ પર કારને ચલાવવા માટે દિશાનિર્દેશ કરવા માટે હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર પણ કંપની આપે છે. આ કાર 1.5 લીટર ક્ષમતાના પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે બજારમાં મૂકવામાં આવી છે.

લોન્ચ કરતી વખતે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી કહે છે કે કંપની ઉત્પાદ શ્રેણીઓમાં ડસ્ટરની મહત્ત્વની ભૂમિકા છે. અમને વિશ્વાસ છે કે નવી ડસ્ટર પણ ગ્રાહકોને પસંદ આવશે.

Read Also

Related posts

ભારતમાં આ કિંમતે લોન્ચ થઈ શકે છે iPhone-9, જાણો તેનાં ફિચર્સ

pratik shah

કારમાં બેસતી કે ચલાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, વાંચશો તો બેસવાનું ટાળશો

Bansari

સેમસંગની ગણતંત્ર દિવસ પર મોટી ઓફર, TV ખરીદશો તો ફ્રીમાં મળશે સ્માર્ટફોન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!