GSTV
Home » News » 4 કેમેરાવાળો આટલો સસ્તો ફોન ક્યાંય નહી મળે, Realmeએ ભારતમાં લૉન્ચ કર્યો આ ધાકડ સ્માર્ટફોન

4 કેમેરાવાળો આટલો સસ્તો ફોન ક્યાંય નહી મળે, Realmeએ ભારતમાં લૉન્ચ કર્યો આ ધાકડ સ્માર્ટફોન

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોની સબ બ્રાન્ડ રીઅલમીએ આજે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ અંતર્ગત રીઅલમી 5 અને રીઅલમી 5 પ્રો લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે રિયલમી 5 પ્રો વિશ્વનો પહેલો 48 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો એટલે કે 4 કેમેરાનો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ત્રણ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

રિયલમી 5 પ્રો ભાવ

  • રિયલમી 5 પ્રો 4 GB + 64 GB – 13,999 રૂપિયા
  • રિયલમી 5 પ્રો 6 GB + 64 GB – 14,999 રૂપિયા
  • રિયલમી 5 પ્રો 8 GB + 128 GB – 16,999 રૂપિયા

રિયલમી 5 ભાવ

  • રિયલમી 5 3 GB + 32 GB – 9,999 રૂપિયા
  • રિયલમી 5 4 GB + 64 GB – 10,999 રૂપિયા
  • રિયલમી 5 4 GB + 128 GB – 11,999 રૂપિયા

કેમેરો

રિયલમી 5 પ્રોના રીયરમાં 4 કેમેરા છે, જેમાંથી એક f/1.8 અપર્ચર સાથે 48 મેગાપિક્સલનો Sony IMX586 સેન્સર છે. બીજો 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ સેન્સર છે, ત્રીજો એ f / 2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે અને ચોથો એફ / 2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરો છે. ઉપરાંત, સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો HDR કેમેરો છે.

વેચાણ સપ્ટેમ્બર 4 થી શરૂ થશે

ફ્લિપકાર્ટ અને રીઅલમી ડોટ કોમ પર રીઅલમી 5 પ્રોનું વેચાણ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે રીઅલમી 5 પ્રોનું વેચાણ 27 ઓગસ્ટથી શરૂ થશે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!