GSTV

જયપુરમાં ખેડૂતોનો વિરોધ, સમાધિમાંથી જ ખેડૂત કરશે પુત્રીના લગ્ન!

રાજસ્થાનના જયપુરમાં ગત પચ્ચીસ દિવસોથી જમીન સંપાદન સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પરંતુ આ વખતે ખેડૂતોએ આંદોલન કરવાની અલગ પદ્ધતિ અખત્યાર કરી છે. ખેડૂત આંદોલન માટે ધરણાં પર નથી બેઠા, પરંતુ તેઓ જમીન પર અનાજ પકવી રહ્યા છે અને તેની અંદર જ તેમણે સમાધિ લીધી છે.

ખેડૂતો જમીનની અંદર ખૂપેલા છે અને તેમણે પોતાના પ્રદર્શનને જમીન સમાધિ સત્યાગ્રહ નામ આપ્યું છે. લાંબા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિવાળી પણ આવી રીતે જ મનાવી હતી અને છઠ્ઠ પણ આવી રીતે જ ઉજવી છે. હવે સૂત્રોનું માનીએ તો ખેડૂત 13 નવેમ્બરે એક ખેડૂતની પુત્રીના લગ્ન પણ અહીં જ થવાના છે. લગ્ન વખતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત પિતા ખાડાની અંદરથી જાનૈયાઓનું સ્વાગત કરશે અને તેમના ઉપર ફૂલ વરસાવશે.

મહત્વપૂર્ણ છે કે, જયપુરના નીંદડમાં ખેડૂતો પાસેથી મકાન નિર્માણ યોજનાઓમાં જમીન આપવા માટે દબાણ થઈ રહ્યું છે. આનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.  ખેડૂતોનો આરોપ છે કે, જયપુર વિકાસ પ્રાધિકરણ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે તેમની જમીન લેવાઈ રહી છે. જયપુર ડેવલોપમેન્ટ ઓથોરિટી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે તેમની જમીન લઈ રહી છે. અહીં ખેડૂતોની 1350 વીઘા જમીન પર કોલોની બનાવાઈ રહી હોવાના મામલે વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો આની સામે પચ્ચીસ દિવસથી દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બીજી ઓક્ટોબરે સમાધિ બનાવીને આંદોલન કરી રહ્યા છે.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

ખેડૂતો સાથે આંતકવાદીઓ જેવું વર્તન : ઠંડીની મોસમમાં વોટર કેનનનો પ્રયોગએ ક્રૂરતા, ભાજપ અરાજકતા સર્જવા માંગે છે

Nilesh Jethva

કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરવા આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!