GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કેરળમાં ભારે વરસાદથી 41ના મોત, લાખો લોકો રાહત કેમ્પમાં રહેવા મજબૂર

કેરળમાં શુક્રવારે મુશળધાર વરસાદને કારણે એક ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા બાદ રાજ્યમાં વરસાદની અલગ-અલગ ઘટનાઓમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 41 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદથી 1.18 લાખ લોકો 606 રાહત કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે.

સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય રાજ્યપ્રધાન કિરણ રીજીજુ અને પ્રવાસન પ્રધાન કે જે એલ્ફોન્સના નેતૃત્વમાં એક કેન્દ્રીય ટીમ પૂરથી પ્રભાવિત કોટ્ટયમ અને અલ્લપુઝા જિલ્લાની સાથે ચેલ્લનમ અને એર્નાકુલમનો શનિવારે પ્રવાસ કરશે.

સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે શુક્રવારે સવાર સુધી અલપ્પુઝામાં બનાવેલા 212 રાહત કેમ્પમાં કુલ 50,836 લોકો રહી રહ્યાં છે. જ્યારે નજીકના કોટ્ટાયમમાં બનાવવામાં આવેલા 164 કેમ્પમાં 37,657 લોકો રહી રહ્યાં છે.

રાજ્યના આ બંને જિલ્લા સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે. આ જિલ્લામાં કેટલાંક સ્થળો પર વરસાદી પાણી ભરાવવાથી કોઈ રાહત મળી નથી. કેડસમા પાણીમાં મહિલાઓ અને બાળકોની તસ્વીરો અહીંનો સામાન્ય નજારો છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં રાજ્ય પરિવહન નિગમની બસ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

જુલાઈમાં પટણામાં મહત્તમ તાપમાનનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

પટણામાં શુક્રવારે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચતા જ જુલાઈ મહિનામાં આ શહેરમાં મહત્તમ તાપમાનનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટના રેકોર્ડ મુજબ 6 જુલાઈ, 1982ના રોજ બિહારની રાજધાની પટણામાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું.

છેલ્લાં 10 વર્ષ (2008)થી જુલાઈ મહિનામાં પટણામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નીચે જઈ રહ્યુ છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ, ગયા, ભાગલપુર, અને પૂર્ણિયામાં શુક્રવારે મહત્તમ તાપમાન અનુક્રમે 39.7, 40.6 અને 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.

રાજસ્થાનમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમ્યાન પ્રદેશના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ, પૂર્વના કેટલાક સ્થળોમાં મુશળધાર અને પૂર્વ-પશ્ચિમના કેટલાંક વિસ્તારમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન રાજ્યના પૂર્વ વિસ્તારના કેટલાંક સ્થળો પર મુશળધાર અને પશ્ચિમી વિસતારના કેટલાંક સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Related posts

કુમાર કાનાણીના પુત્રને કાયદાનું ભાન કરાવનાર સુરતની લેડી સિંઘમનો Exclusive Video

Nilesh Jethva

શું તમે જાણો છો આ સ્ટાઈલિશ સેલિબ્રિટી કોણ છે ? આ ફોટાએ સોશ્યલ મિડીયામાં મચાવી છે ધૂમ

Mansi Patel

સરહદ પર હાઈ એલર્ટ: LOCથી ઘૂસણખોરી કરવામાં આતંકીઓની મદદ કરી રહી છે પાકિસ્તાની સેનાની BAT

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!