GSTV
Home » News » કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના ઉત્તર ભારતીયો વાળા વિવાદિત નિવેદન અંગે પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના ઉત્તર ભારતીયો વાળા વિવાદિત નિવેદન અંગે પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે ઉત્તર ભારતીયો અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, ઉત્તર ભારતીયોનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે. મોદી સરકારે પાંતચ વર્ષમાં રોજગારી પેદા કરી નથી. આર્થિક મંદીના કારણે અનેક યુવાઓ બેરોજગાર થયા છે. આવી સ્થિતિમાં મોદી સરકાર ઉત્તર ભારતીયોનું અપમાન કરી બચવા માગે છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ઓટો સેક્ટરમાં આવેલી મંદી અંગે ઘેરી હતી અને મોદી સરકારની આર્થિક નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં રોજગારીની કોઈ કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં પુરતા પ્રમાણમાં યોગ્યતા નથી. આ પ્રકારનું નિવેદન નોકરી માટે ભરતી કરતા અધિકારી આપી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં કામ કર્યા છે. સરકારે મુદ્રા યોજનાથી અનેક નાના વેપારીએને સહાય કરી છે. વિવિધ યોજના દ્વારા દેશમાં સરકારે રોજગારીના અવસર પેદા કર્યા છે.  ગંગવારે આ પ્રકારનું નિવેદન ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યુ. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારના ૧૦૦ દિવસના કામનો હિસાબ આપી રહ્યા હતા.

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!