GSTV
Home » News » સેલ્ફી કેમેરા ફોન Oppo k3 ભારતમાં થશે લોન્ચ, યુઝર્સને થશે લાભ

સેલ્ફી કેમેરા ફોન Oppo k3 ભારતમાં થશે લોન્ચ, યુઝર્સને થશે લાભ

પોપ-એપ સેલ્ફી કેમેરા વાળો ઓપ્પો કે3ને મે મહિનામાં ચીનના બજારમાં મૂકવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે કંપની આ ફોન ભારતીય મોબાઈલ બજારમાં લાવવાની તૈયારીમાં છે. અમેઝન ઈન્ડિયાની વેબસાઈટ પર નોટિફાઈ મી ટીઝર પેજ લાઈવ કરવામાં આવ્યું છે.

તેને જોઈને કહી શકાય કે ચીનની કંપની જલદી ઓપ્પો કે3ને ભારતીય બજારમાં પેશ કરવામાં આવશે. ઓપ્પોના આ ફોનમાં 6.5 ઈંચનો ફુલ-એચડી- એમોલેડ ડિસ્પ્લે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં સ્નૈપડ્રેગન 710 પ્રોસેસરની સાથે 6 જીબી અને 8 જીબી રેમ છે.

ફોનમાં ગેમબૂસ્ટ 2.0પહેલાથી જ પ્રી-ઈન્સ્ટોલ છે જે ફ્રેમ બૂસ્ટ અને ટચ બૂસ્ટ જેવા ફીચર્સથી લેસ છે. આ ફોનમાં 3,765 એમએએચની બેટરી આપવામાં આવી છે જે ઓપ્પો વૂક 3.0 તકનીકની મદદથી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. કેમેરાની વાત કરીએ તો Oppo k3માં 16 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવે છે.

ફોનના પાછળના ભાગ પર બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે, 16મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકેન્ડરી, ડેપ્થ સેન્સર આપવામાં આવશે.

Read Also

Related posts

પોલીસે FaceAppની મદદથી ફોટો બદલી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકને શોધ્યો

Kaushik Bavishi

માલિકની આંગળી વગર નહિ ચાલે પિસ્તલમાંથી ગોળી, આવશે નવી ટેકનીક

Kaushik Bavishi

કીડી કરતાં પણ નાના આકારના છે આ 3D રોબોટ, શરીરની અંદર જઈને કરશે ઈલાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!