GSTV

ટેણીયાનું કારસ્તાન/ દુનિયાનો સૌથી નાના સિરિયલ કિલરની કહાની, જે 8 વર્ષની ઉમરમાં જ બની ગયો ખતરનાક કાતિલ

Last Updated on December 5, 2021 by Damini Patel

તમે ફિલ્મો માં ઘણા સીરિયલ કિલર જોયા હશે. જે પોતાની સનકને લઇ ખુબ જ ક્રૂરતાતાથી લોકોનો જીવ લઇ લે છે. પરંતુ રિયલ લાઈફમાં એવા સીરિયલ કિલર અંગે કદાચ જ સાંભળું હશે. સામાન્ય રીતે સિરિયલો માં કિલર મોટી ઉમરના હોય છે. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી નાની ઉમરના સિરિયલ કિલર અંગે જણાવવા જઈ રહ્યા છે, જેણે માત્ર 8 વર્ષની ઉમરમાં ઘણા લોકોને ક્રૂરતાથી મારી નાખ્યા. આ કિલરનું નામ સાંભળતા જ લોકોમાં ઘભરાહત શરુ થઇ જાય છે. જે ઉમરમાં બાળકો હસતા રમતા હોય છે એ ઉમરમાં બાળક લોકોના જીવ લઇ રહ્યો છે.

બિહારના બેગુસરાયમાં થયો હતો જન્મ

આ સિરિયલ કિલરનું નામ ઇતિહાસમાં નોંધાયું છે. બિહારના બેગુસરાય જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલ ‘અમરજીત સદા’ માત્ર 8 વર્ષનું ઉમરમાં હત્યારો બની ગયો. અમરજીતને દુનિયાના સૌથી નાના સિરિયલ કિલર અને બિહારમાં મીની સિરિયલ કિલર નામથી ઓળખવામાં આવે છે.

કોરોના

આ રીતે શરૂઆત થઇ

દુનિયાના સૌથી નાના સિરિયલ કિલરની વાર્તા 2007માં શરૂ થઈ હતી. જ્યારે બિહારના બેગુસરાયના મુસાહરી ગામમાં એક પછી એક બે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આખા ગામમાં ગભરાટ ફેલાઈ ગયો. પરંતુ જ્યારે અન્ય એક બાળકની હત્યા કરવામાં આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. બધાને આશ્ચર્ય થયું કે રહસ્યમય રીતે આ હત્યાઓને કોણ અંજામ આપી રહ્યું છે. ખૂની તો બધાની સામે હતો, પણ કોઈ માની શકતું નહોતું.

તેની બહેનની પણ હત્યા કરી

મીડિયા અહેવાલ અનુસાર, 2007માં તેણે કથિત રીતે તેની છ મહિનાની બહેનની હત્યા કરી હતી. હત્યા બાદ લોકોને શંકા હતી કે બાળકીની હત્યા કોઈએ નહીં પરંતુ અમરજીત સદાએ કરી છે. જ્યારે ગ્રામજનોએ તેની કડક પૂછપરછ શરૂ કરી તો તેણે બધું જ સાચું કહ્યું અને તેણે પોતાની બહેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી. આ પછી ગ્રામજનોના હાથ-પગ ફૂલી ગયા હતા. કારણ કે આ પહેલા પણ ગામમાં બાળકોની હત્યા કરવામાં આવી હતી.

પોલીસને કહ્યું કે મારવાની મજા આવે છે

જ્યારે પોલીસે અમરદીપને આ હત્યાઓ પાછળનું કારણ પૂછ્યું તો તેની વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું કે તેને લોકોને મારવામાં મજા આવતી હતી. એટલા માટે તેણે તેમની હત્યા કરી.

ગુનાની કબૂલાત કરવા માટે વિચિત્ર માંગણીઓ કરતો હતો

રિપોર્ટ અનુસાર, પૂછપરછ દરમિયાન દરેક ગુના કબૂલ કરવાના બદલામાં તે પોલીસ પાસેથી બિસ્કિટ માંગતો હતો. આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીએ કહ્યું કે તેણે આવો કેસ આ પહેલા જોયો નથી. આ નિર્દોષ ગુનેગાર પર પોલીસની ઝાટકણીની પણ કોઈ અસર થઈ ન હોવાનું કહેવાય છે. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ન્યાયાધીશે સ્વીકાર્યું કે બાળકોને મારતી વખતે તેને સાચા-ખોટાની ખબર નથી. આથી તેને ચિલ્ડ્રન કરેક્શનલ હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો.

Read Also

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!