GSTV
Home » News » KBC 10: કર્મવીર કન્ટેસ્ટન્ટની 26/11 મુંબઈ હુમલાની કહાણી રડાવી દેશે

KBC 10: કર્મવીર કન્ટેસ્ટન્ટની 26/11 મુંબઈ હુમલાની કહાણી રડાવી દેશે

કૌન બનેગા કરોડપતિ 10માં શુક્રવારે કર્મવીર વિશેષ એપિસોડ પ્રસારણ કરવામાં આવ્યો હતો. આ વખતે ખતરનાક શુરવીર પ્રવીણ તેવતિયા તેનો ભાગ બન્યો, જેમણે 26/11 ના મુંબઈ હુમલામાં પોતાના જીવન પર દાવ રમીને 150 થી વધુ લોકોને બચાવ્યાં હતા. આ ઉપરાંત, તે દેશનો પ્રથમ દિવ્યાંગ આયર્ન મૅન પણ છે, જેને શૌર્ય ચક્રથી સન્માનિત પણ કરવામાં આવ્યો છે.

કેબીસીના આ એપિસોડમાં પ્રવીણ તેવાતિયાએ અમિતાભ બચ્ચનને 26/11 ની આખી ઘચના વર્ણવી હતી, જેનાથી દરેકના રુવાટા ઊભા થઈ ગયા હતા. પ્રવીણે કહ્યું હતું કે આ હુમલાની રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી મારી ડ્યુટી હતી, તેમને ખબર પડી કે તાજ હોટેલ પર હુમલો થયો છે. અને જલદી તેઓ તેમની ફરજ બજાવવા સમાચાર મળ્યા પછી બુલેટ પ્રૂફ જેકેટ અને શસ્ત્રો લઈને મુંબઈ પહોંચ્યા.

તાજ પર થયેલા હુમલામાં, પ્રવીણને 4 ગોળીઓ લાગી, જેમાંથી એક તેના કાનમાં લાગી અને તેની શ્રવણ શક્તિ જતી રહી. છતાં પણ પ્રવીણ લોકોની જીંદગી બચાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ તેની પાંચ સર્જરી થઈ. પરંતુ તેની હિંમત ખુટી નથી.

પ્રવીણ તેવાતિયાના અનુભવો સાંભળીને, દરેકની છાતી ગર્વથી ફુલી ગઈ હતી. પ્રવીણ કેબીસીમાં 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા હતા. પ્રવીણ તેવતિયા ખેડુત પરિવારમાંથી છે. ઉલ્લેખનીય છે કે બુલંદશહરના ગામના રહેવાસી છે અને તેનો મોટો ભાઈ ભારતીય સૈન્યમાં પણ છે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!