GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મોદી સરકારમાં જેનો દબદબો છે એ ઈનોવેટિવ મંત્રીનો રાજકીય અને સામાજીક ઈતિહાસ પણ ખતરનાક છે

Randeep Surjewala congress

મોદી સરકારમાં જો કોઈ શ્રેષ્ઠ પરફોર્મન્સ વાળા મંત્રીની ગણતરી કરવામાં આવે તો તેમાં કેન્દ્રિય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીનું નામ સૌથી ઉપર આવે છે. આ વખતેની લોકસભા ચૂંટણીમાં તેઓ પોતાની પરંપરાગત સીટ નાગપૂરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. 2014માં લોકસભા ચૂંટણી નીતિન ગડકરી નાગપૂરથી જ જીત્યા હતા. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના નાના પટોલે સાથે છે. નીતિન ગડકરીની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો 1976માં નાગપૂર યુનિવર્સિટીમાંથી જ ભાજપની છાત્ર શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી તેમણે શુભારંભ કર્યો હતો. બાદમાં 23 વર્ષની યુવા વયે તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચના અધ્યક્ષ બન્યા હતા.

સંઘના ખૂબ નજીકના ગણવામાં આવતા નીતિન ગડકરીએ 1995માં પહેલી વખત મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં લોક નિર્માણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ કાર્યકાળમાં તેઓ 4 વર્ષ સુધી મંત્રી પદ પર આરૂઢ રહ્યા. ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મહારત હાંસિલ કરનારા નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં શ્રેષ્ઠ સડકોનું નિર્માણ કરવા માટે પણ જાણીતા છે. એ જ કારણ છે કે નીતિન ગડકરીને બાલા સાહેબ ઠાકરે રોડકરી કહેતા હતા. બાદમાં મોદી સરકારમાં પણ તેમણે સડક પરિવહન મંત્રાલયની જ કમાન સોંપવામાં આવી. તેમણે ઘણા મોટા પ્રોજેક્ટને મુકામ સુધી પહોંચાડ્યા હતા.

નાગપૂરમાં જન્મેલા નીતિન ગડકરી બ્રાહ્મણ પરિવારથી આવે છે. કોમર્સમાંથી સ્નાતક છે અને તેમણે કાનૂન તથા બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. આમ તો નીતિન ગડકરી વિશે કહેવામાં આવે છે કે, એ ક્યારેય પોતાનું ભવિષ્ય એક રાજનેતાના તરીકે નથી જોતા. પણ સમયની સાથે તેઓ રાજનીતિમાં આવી ગયા. નીતિન ગડકરીની છબી એક ઈનોવેટિવ મંત્રી તરીકેની છે. કારણ કે વોટર મેનેજમેન્ટ, સોલર એનર્જી પ્રોજેક્ટ અથવા તો એગ્રીકલ્ચર ઈનોવેશન ગડકરી આધુનિક રીતે ઉદ્યોગ સ્થાપિત કરવા માટે જાણીતા છે.

ગડકરી ક્યારે ક્યારે ચૂંટણી જીત્યા

  • 1989માં પહેલી વખત વિધાન પરિષદમાં ચૂંટણી જીત્યા
  • 20 વર્ષોથી વિધાન પરિષદના સદસ્ય છે
  • છેલ્લે 2008માં વિધાન પરિષદ માટે ચૂંટાયા હતા.
  • મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
  • આ સિવાય 2001માં ભારતીય જનતા પાર્ટીના નવમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની ચૂક્યા છે.

READ ALSO

Related posts

લદ્દાખમાં ચીને સૈનિકોની કેવી રીતે કરાવી ઘુસણખોરી, સુરક્ષા એજન્સીઓએ સોંપ્યો રિપોર્ટ

Mansi Patel

કોરોનાનું વિષચક્ર: અમદાવાદ શહેરમાં વધુ 28 દર્દીઓનાં થયા કરૂણ મોત, નવા 291 કેસ નોંધાવાની સાથે આંક 13 હજારને પાર

pratik shah

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!