GSTV
Home » News » 500 લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદની આ મહિલાને મળ્યું કરદાતાનું સન્માન

500 લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદની આ મહિલાને મળ્યું કરદાતાનું સન્માન

namrata patel ahmedabad

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા લોકોને લોહી પૂરું પાડ્યું છે. અને જીવમાં જીવ પૂર્યો છે. અને સતત એક વર્ષથી આવું સરસ કામ કરી રહ્યા છે.

નામ છે નમ્રતા પટેલ. આ મહિલા એક વર્ષથી જે લોકોને લોહીની જરૂર હોય એને મદદ કરી રહ્યા છે. એક ફોન આવે કે બેન અહી લોહીની જરૂર છે તો બેન તરત કામે લાગી જાય અને લોહી પુરવાર કરે.

એક મેસેજ લોકોનું જીવન બને એ વાત સાબિત કરી બતાવી. વોટ્સઅપ આમ તો ચેટિંગ માટે હોય પણ આં બહેન માટે કોઈના જીવમાં જીવ પૂરવાનું કામ કરે છે. ભારતના સમગ્ર રાજ્યમાંથી દર વર્ષે એક ટીમ આવા લોકોને કરદાતા તરીકે સન્માન કરે છે. તો આ વર્ષે નમ્રતા બહેનને પણ કરદાતા તરીકે સન્માન મળ્યું છે.

તેમજ આ બહેન અંધ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વ્રાઇટર પૂરા પાડે છે અને એ લોકોની આંખો બનવાનું કામ કરે છે. અંધ વ્યક્તિ આખુ સેમેસ્ટર ભણી લે અને વાંચી પણ લે. પણ લખવા માટે એને વ્રાઈટર જોઈએ એના માટે આ બહેન આખા ગુજરાતમાં કામ કરે છે.

તેમજ રસોઈ માટે પણ રેસિપી આપે છે. અને ક્યારેક ક્યારેક અમદાવાદનાં ન્યુઝ પેપરમાં પણ એ રેસિપી પબ્લિશ થાય છે. આમ આ બહેન એક કાંકરે બે પક્ષી મારવાનુ કામ કરે છે

READ ALSO

Related posts

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!