…જ્યારે ભારતે બાંગ્લાદેશને આ રીતે ‘અત્યાચાર’માંથી કરાવ્યુ હતું મુક્ત

સન 1971ના ભારત અને પાકિસ્તાન યુદ્ધમાં થયેલી જીત ભારતની સૌથી મોટી જીતમાંથી એક છે. આ યુદ્ધમાં ભારતના વિજયથી એક નવો દેશ બાંગ્લાદેશ બન્યો. જેને મુક્તિ સંગ્રામ પણ કહે છે. આવો, તમને જણાવીએ, ભારતીય સેનાના જાંબાજ જવાનોએ જીતેલા આ યુદ્ધની કેટલીક રોચક વાતો..

બાંગ્લાદેશના દમન વિરુદ્ધ ભારત બન્યું ‘રક્ષક’

1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો, જેને ‘પૂર્વી પાકિસ્તાન’ કહેતા હતાં. વર્તમાન પાકિસ્તાનને ‘પશ્ચિમી પાકિસ્તાન’ કહેતા હતાં. કેટલાંક વર્ષના સંઘર્ષ અને પાકિસ્તાની સેનાના અત્યાચારના વિરોધમાં ‘પૂર્વી પાકિસ્તાન’ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. લોકોની સાથે બળપ્રયોગ, શોષણ, મહિલાઓ સાથે બળાત્કાર અને લોહીયાળ સંઘર્ષ સતત વધી રહ્યો હતો. આ દમનની વિરુદ્ધ ભારત બાંગ્લાદેશીઓના બચાવમાં ઉતર્યુ હતું.

મુક્તિ વાહિની

બાંગ્લાદેશની આઝાદીની લડાઈ વખતે ‘મુક્તિ વાહીની’ની રચના પાકિસ્તાની સેનાના અત્યાચારના વિરોધમાં કરવામાં આવી હતી. 1969માં પાકિસ્તાનના તત્કાલીન સૈનિક શાસક જનરલ અયૂબની સામે પૂર્વી પાકિસ્તાનમાં અસંતોષ વધી રહ્યો હતો. બાંગ્લાદેશના સંસ્થાપક નેતા શેખ મુજીબુર રહેમાનના આંદોલન દરમ્યાન 1970માં આ પોતાની ચરમસીમાએ હતું.

પાકિસ્તાનથી મળી આઝાદી

આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચાટતી કરી દીધી હતી. આ દરમ્યાન ભારતે લગભગ 1 લાખ યુદ્ધના કેદીને પકડ્યા હતાં અને બાંગ્લાદેશને પાકિસ્તાનના અત્યાચારવાદી શાસનમાંથી આઝાદ કરાવ્યુ હતું.

આ રીતે શરૂ થયુ હતું યુદ્ધ

લેફ્ટિનેન્ટ જનરલ પીએસ. મેહતા જણાવે છે કે 3 ડિસેમ્બરે પાકિસ્તાને ભારતના 11 એરફિલ્ડ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ યુદ્ધ શરૂ થયુ હતું અને અંદાજે 13 દિવસમાં ભારતીય સેનાના જાંબાજ જવાનોએ પાકિસ્તાનને ખદેડી નાખ્યું હતું.

વધતા રહ્યાં ભારતીય જાંબાઝ

પૂર્વ પાકિસ્તાનમાં દુશ્મનની 4 સૈન્ય ટુકડી હોવા છતા ભારતીય જાંબાજ આગળ વધી રહ્યા હતાં અને બાંગ્લાદેશમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યુ હતું. બાંગ્લાદેશને આખરે 16 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના અત્યાચારવાદી શાસનમાંથી મુક્તિ મળી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter