GSTV
Home » News » અમિતાભની જીંદગીમાં રેખાની બાદબાકી અને જયાનો સરવાળો આ રાતનાં લીધે થયો હતો, એ રાતે…

અમિતાભની જીંદગીમાં રેખાની બાદબાકી અને જયાનો સરવાળો આ રાતનાં લીધે થયો હતો, એ રાતે…

તે વર્ષ 1977નું હતું કે જ્યારે રેખા માંગમાં સિંદુર ભરીને મા બની ગઈ એ ખબર મિડીયામાં ફેલાવવામાં વ્યસ્ત હતી અને સાથે સાથે અમિતાભ સાથેનાં સંબંધને જગજાહેર કરીને ફેલાવી રહી હતી. બીજી બાજુ, જયા તેના પરિવારને તૂટવાથી બચાવવા પ્રયાસ કરી રહી હતી. એક દિવસ જ્યારે અમિતાભ શૂટિંગ માટે મુંબઇથી બહાર હતા. જયાએ તે દિવસે રેખાને ફોન કર્યો. જયાનો ફોન ઉપાડીને રેખા વિચારતી હતી કે જયા એને ખરાબ બોલશે. પરંતુ તેવું થયું નહીં.

જયાએ તેમના ઘરે રેખાને ડિનરમાં બોલાવી. રેખાને વિચાર આવ્યો કે તે મારી ઈજ્જત ઉતારશે અને રડશે. રાત્રે, રેખા તૈયૈર થઈને જયાના ઘરે પહોંચી. રેખાની તુલનામાં જયા સાદા કપડામાં હતી. તેમણે રેખાનું સ્વાગત કર્યું અને ઘણી વાતચીત કરી. પરંતુ આ વાતચીતમાં અમિતાભનો કોઈ ઉલ્લેખ થયો ન હતો.

જયાએ રેખાને ઘર, બગીચો બતાવ્યો. રાત્રિભોજન પછી જ્યારે રેખા ઘરે પરત જતી હતી ત્યારે જયાને જે ખાસ વાત કહી એનાથી રેખાના પગ નીચેથી જમીન ખસી ગઈ. જયાએ દરવાજા પાસે ઉભીને રેખાને કહ્યું, ‘ગમે તે થાય, હું અમિતને છોડીશ નહીં.’ પછીના દિવસે મીડિયા અને બંધે રેખા અને જયાની જ વાતો થતી હતી પરંતુ તે બેમાંથી કોઈ કંઈ જ બોલ્યાં નહી. આ રાત્રિભોજન પછી અમિતાભનું જીવન એકાએક બદલાયું હતું.

તેમણે રેખા સાથે સંબંધો પૂરા કરી દીધા. કારણ કે અમિતાભને ખબર પડી ગઈ કે જયા તેમની અને રેખા વિશે જાણી ગઈ છે. પરંતુ કુટુંબને ખાતર તે તેમનુ મોઢુ ખોલશે નહીં. જાણકારોનું કહેવું છે કે જો જયા એ ડિનર ન કર્યું હોય તો કદાચ આજે આ રેખા તેમના જીવનમાં બીજી સ્ત્રી બનવામાં સફળ થઈ હોત.

READ ALSO

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur

ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

Bansari