GSTV
India News Trending

મોદી સરકાર નોકરીના કલાકોમાં કરવા જઈ રહી છે ફેરફાર, આ કાયદો આવ્યો તો 1 કલાક કરવું પડશે વધારે કામ

સરકારે વેજ કોડ રૂલ્સના ડ્રાફ્ટની રજૂઆત કરી છે. જેમાં કાર્યાલયોમાં કામકાજનો સમય આઠ કલાકથી વધારીને નવ કલાક કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે સરકારે વઘુત્તમ વેતન વધારવા પર કોઇ રજૂઆત કરી નથી અને ડ્રાફ્ટમાં આ અંગે કોઇ વર્ણન પણ નથી કરવામાં આવ્યું. આ ડ્રાફ્ટમાં સરકારે મોટાભાગે જૂના સૂચનો પણ મૂક્યા છે જેમાં મજૂરી નક્કી કરવા માટે સમગ્ર દેશને ત્રણ જિયોગ્રાફિકલ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. શ્રમ મંત્રાલયે તમામ સંબંધિત પક્ષોથી આ ડ્રાફ્ટ પર એક મહિનાની અંદર સૂચનો આપવા જણાવ્યું છે. 

આ ડ્રાફ્ટમાં મોટાભાગના નિયમો પહેલા મુજબ જ રાખવામાં આવ્યા છે અને ભૌગોલિક આધારે વેતનને ભવિષ્યમાં ત્રણ ભાગમાં વહેંચવાની રજૂઆત કરવામાં આવી છે.  આ મુદ્દે અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે કારણ કે, ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, માસિક મુજબ પ્રતિ દિવસ કામકાજના આઠ કલાકોની ગણતરી 26 દિવસોને આધારે કરવામાં આવશે. જ્યારે લઘુત્તમ વેતન પર કહેવામાં આવ્યું છે કે, વિશેષજ્ઞોની કમિટી ભવિષ્યમાં આ મામલે વિચાર કરી રજૂઆત કરશે. 

શ્રમ મંત્રાલયે એક ઇન્ટરનલ પેનલે જાન્યુઆરીમાં પોતાના રિપોર્ટમાં 375 રૂપિયા પ્રતિદિનના હિસાબથી નેશનલ મિનિમમ વેજ નક્કી કરવાની ભલામણ કરી હતી. પેનલે આ મિનિમમ વેજને જુલાઇ 2018થી લાગૂ કરવાનું કહ્યું હતું. સાત સભ્ય પેનલે મિનિમમ મંથલી વેજ 9750 રૂપિયા રાખવાની ભલામણ કરી હતી. સાથે જ શહેરી કામગારો માટે 1430 રૂપિયાનું હાઉસિંગ અલાઉન્સ આપવાનું સૂચન આપ્યું હતું.  ડ્રાફ્ટ પ્રમાણે, લઘુત્તમ વેતન ત્યારે જ નિર્ણય લેવામાં આવશે જ્યારે દેશને ત્રણ ભૌગોલિક કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં મેટ્રોપોલિટિન એરિયા, જેની વસ્તી 40 લાખ કે તેથી વધારે, નોન- મેટ્રોપોલિટિન જેની વસ્તી 10-40 લાખ અને ગ્રામીણ વિસ્તાર સામેલ કરવામાં આવશે.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV