GSTV
Home » News » દિવાળી બોનસનો ઉપયોગ કરો અહીં, થશે મોટો ફાયદો

દિવાળી બોનસનો ઉપયોગ કરો અહીં, થશે મોટો ફાયદો

નોકરી કરતા લોકોને દર વર્ષે દિવાળી પહેલા બોનસની રાહ જોતા હોય છે. દિવાળી પહેલા મળેલા આ પૈસા નાની નાની વસ્તુઓ લેવા માટે કામમાં આવે છે. મોટાભાગના લોકો બોનસમાં મળેલી રકમને રોકતા નથી પરંતુ તે સાચુ નથી. વિશેષજ્ઞોનું કહેવુ છે કે બોનસમાં મળલી રકમનો ઉપયોગ ખરીદારી કરવાની સાથે સાથે રોકાણ વધારવા પર કરવુ જોઈએ. એ સમજવુ જોઈએ કે આ કમાણીના પૈસા છે. બોનસના પૈસા વર્ષ દરમિયાનની મહેનત પછી મળી છે. આથી હંમેશા સમજી-વિચારીને હંમેશા ખર્ચ કરવુ જોઈએ.

ઈમરજન્સી ફંડ જરૂર બનાવો

નોકરી કરતા લોકો માટે ઈમરજન્સી ફંડ બનાવવુ ખૂબ જ જરૂરી છે. જો તમે અત્યાર સુધી ઈમરજન્સી ફંડ નથી બનાવ્યું તો બોનસના પૈસાનો ઉપયોગ તમે મદમા કરી શકો છો. જો ઈમરજન્સી ફંડ છે તો તેમાં વધુ રકમ નાખી દો. ઈમરજન્સી ફંડમાં રકમ ઓછામાં ઓછા છ મહિનાની આવક પ્રમાણે હોવી જોઈએ. જેથી તમને ઈએમઆઈ, રોજબરોજની વસ્તુઓ, સ્કુલ ફી, વીમા પ્રીમિયમ અને બીજા મોટા ખર્ચાઓ ઉઠાવવામાં મદદ મળે.

નાણાંકિય પોર્ટફોલિયોને જગ્યા આપો

બોનસની રકમનો ઉપયોગ તમે નાણાકિય રીતે મજબુત બનવા માટે કરી શકો છો. તમે ઈક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડ્સમાં લાંબી અવધી માટે રોકાણ કરવા માટે દર વર્ષે 10-15 ટકા સુધી રિટર્ન મેળવી શકો છો. આ પ્રકારે ડેટ અને મ્યૂચ્યૂઅલ ફંડમાં રોકાણ પર 8-12 ટકા રિટર્ન મળી શકે છે. તમે પોતાની પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધી યોજના અથવા સાવધિ જમાંમાં રોકાણ કરી શકો છો. આ પૈસાનો ઉપયોગ તમે તમારા પરિવાર માટે એક સ્વાસ્થ્ય વીમો લેવામાં કરી શકો છો.

– 10થી 15 ટકા સુધી રિટર્ન ઈક્વિટી મ્યૂચ્યુલ ફંડમાં રોકાણ કરી શકો છો

– 20થી 30 ટકા રકમ ખરીદારી પર ખર્ચ કરવાનુ બુદ્ધિમાની ભર્યો નિર્ણય

– 70થી 80 ટકા બોનસની રકમનો ઉપયોગ લાંબા સમયના રોકાણ કરવામાં માટે સારો

READ ALSO

Related posts

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

અહીં કરિયાણાની દુકાનમાં વેચાય છે છાણાં, કિંમત છે ડ્રાયફ્રુટ્સ કરતાં પણ વધારે

NIsha Patel

રસ્તા પર ડાન્સ કરીને છોકરી લોકોને સમજાવી રહી છે ટ્રાફિક રુલ્સ, જુઓ Video

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!