GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ICC world Cup 2019: ઈન્ડિયાની ટીમને ત્રીજો મોટો ઝટકો આ ક્રિકેટર પણ ટીમમાંથી બહાર

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો મોટો ઝાટકો લાગ્યો છે. ઈનજર્ડ વિજય શંકર ટીમ ઈન્ડિયામાંથી આઉટ થયો છે. તેના વિકલ્પમાં મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ થઈ શકે છે.

આ પહેલા શિખર ધવન ઈનજર્ડ થવાના કારણે ટીમમાંથી આઉટ થયો છે. શિખરના સ્થાને ઋષભ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, વિજય શંકરે વર્લ્ડ કપની મેચમાં મહત્વની ભૂમિકા નિભાવી નથી. એડીમાં ઈજા થવાને કારણે તે રવિવારે ઈંગ્લેન્ડની મેચનો હિસ્સો નહોતો બની શક્યો.

ત્યારે જાહેર થઈ ગયું છે કે તે વર્લ્ડ કપની બાકીની મેચો પણ નહીં રમી શકે. વિજયની જગ્યા મયંક અગ્રવાલ ટીમમાં જોડાઈ શકે છે. કર્ણાટકનો ઓપનર મયંક અગ્રવાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

પરંતુ અત્યાર સુધી ભારત માટે વન-ડે ડેબ્યૂ નથી કરી શક્યો. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, જસપ્રીત બુમરાહના બોલથી વિજય શંકરની એડી પર ઈજા થઈ હતી. અત્યાર સુધી તેની સ્થિતિ સારી નથી. અને તે વર્લ્ડ કપમાં બીજી મેચો નહીં રમી શકે.

Read Also

Related posts

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!