GSTV
Home » News » 5G સેવા આપવા માટે BSNLએ અમેરિકન કંપની સાથે કર્યો કરાર

5G સેવા આપવા માટે BSNLએ અમેરિકન કંપની સાથે કર્યો કરાર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે અમેરિકાની નેટવર્કિગ સેવા આપનારી કંપની ‘સિએના’ સાથે સમજૂતી કરી છે. આ કરાર કંપનીની 5જી સેવાઓના ફીલ્ડ ટ્રાયલ માટે કરવામાં આવ્યો છે.

આગામી અમૂક અઠવાડિયા સુધી અલગ-અલગ નેટવર્ક વિસ્તારોવાળી જગ્યા પર 5જી સેવાઓને પ્રભાવી બનાવવા માટે બંને કંપનીઓ મળીને કામ કરશે. એટલેકે ટેકનિકલ સમસ્યાઓને સમજવા અને તેને દૂર કરવા પર વિચાર કરી શકાય. બીએસએનએલના ચેરમેન અને એમડી અનુપમ શ્રીવાસ્તવે કહ્યું છે કે 5જી સેવાઓ દેશમાં મિશન ડિજિટલ ઈન્ડિયાનો ભાગ છે અને કંપનીના પ્રયત્નો છે કે દુનિયાભરની સરખામણીએ ભારત આ ટેકનિક ઉપયોગ કરનારા લોકોની શ્રેણીમાં અગ્રણી બને. સિએનાએ કહ્યું છે કે 5જી સેવાઓ માટે તેઓ દરેક પ્રકારની કંપનીઓ સાથે કામ કરશે. બીએસએનએલ આ સેવાની તૈયારી માટે પહેલાથી જ સૉફ્ટબેંક, કૉરિએન્ટ અન નોકિયા જેવી કંપનીઓની સાથે મળીને કામ કરી રહી છે.

BSNL લઇ આવ્યું છે વધુ એક ધાંસૂ રિચાર્જ પ્લાન

સરકારી ટેલીકૉમ કંપની BSNLએ એક નવો પ્લાન પોતાના યૂઝર્સ માટે રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 120 જીબી ડેટા મળી રહ્યો છે. જેની વેલિડિટીની વાત કરીએ તો તે 30 દિવસની છે. BSNLએ હાલમાં જ લૉન્ચ થયેલા આ પ્લાનની કિંમત 798 રૂપિયા છે. જોકે, આ પ્લાન કંપની પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે લઇને આવી છે. બીજીઆર અનુસાર, BSNLના 798 પ્લાનમાં 120 જીબી ડેટા 2જી અને 3જીના રૂપમાં મળશે. સ્મરણ રહે કે BSNLની પાસે હજી 4જી નેટવર્ક નથી, પરંતુ કંપની દેશના અમૂક સર્કલમાં 4જી નેટવર્કની ટેસ્ટિંગ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!