GSTV
Home » News » 7 વર્ષ બાદ લીક થયા એશ્વર્યાના બેબી શાવરના ફોટોઝ, અભિષેકનો આ અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય

7 વર્ષ બાદ લીક થયા એશ્વર્યાના બેબી શાવરના ફોટોઝ, અભિષેકનો આ અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય

એક્ટ્રેસ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 2007મા થયાં હતા. આ બોલીવૂડના સૌથી મોટા લગ્ન હતા. આ જોડીના લગ્નને 12 વર્ષ થયા છે અને તેમનો એક-બીજા માટેનો પ્રેમ અત્યારે પણ જોવા મળે છે. તાજેતરમાં જ આ કપલના લગ્નના ફોટા સોશિયલ વીડિયો પર વાયરલ થયા હતા. હવે લગ્ન બાદ અભિનેત્રી એશ્વર્યા રાયના સીમંતની તસવીરો બહાર આવી છે. એશ્વર્યા રાય બચ્ચનનો બેબી શાવર ખૂબ જ સુંદર છે, લોકોને તેની દૃષ્ટિ હટાવવી મુશ્કેલ થઈ રહી છે. એશ્વર્યાનો બેબી શાવર ફોટો ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આપણે જણાવી દઈએ કે એશ્વર્યાએ તેના લગ્નના 4 વર્ષ પછી 2011મા પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. તેના સિમંતની વિધિ યોજાઈ હતી. આ થ્રો બેક ફોટામાં બચ્ચન પરિવાર પૂરા રિવાજ સાથે એશ્વર્યાના બેબી શાવરની વિધિ કરતો જોવા મળી રહ્યોં છે. તેમાં એશ્વર્યાની માતા વૃંદા રાય પણ જોવા મળી હતી.

aishwarya rai baby shower

એશ્વર્યા તેના બેબી શાવરમાં ઓલિવ ગ્રીન અને ગોલ્ડન કલરની સાડીમાં દેખાઈ રહી હતી. અભિષેક ઓલિવ ગ્રીન કુર્તામાં જોવા મળી રહ્યોં છે. બેબી શાવર દરમિયાન એશ્વર્યા તેના વાળમાં બેન્ડા, ગળા અને ભારે ઘરેણાં અને ચુડો પહેરેલી જોવા મળી હતી.

aishwarya rai baby shower

એક ફોટામાં એશ્વર્યા તેની સાસુ જયા બચ્ચન અને સસરા અમિતાભને પગે લાગતી જોવા મળી રહી છે, જ્યારે બીજા ફોટામાં અભિષેક એશ્વર્યાનો ગજરો સરખો કરતો જોવા મળી રહ્યોં છે.

READ ALSO

Related posts

ભોજપુરી સ્ટાર પવન સિંહને રાખીએ કહ્યો નિર્દોષ, અક્ષરા વિશે કહ્યું- બંધ ઓરડામાં બધું મરજીથી….

NIsha Patel

મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

Mayur

પીએમ મોદીના જીવનનું આ પાસું કોઇ નહી જાણતું હોય જેના પર ભણસાલીએ બનાવી ફિલ્મ, જુઓ ‘મન બૈરાગી’નો First Look

Bansari
Do NOT follow this link or you will be banned from the site!