GSTV
Home » News » પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

ત્રિપુરામાં, 41 વર્ષ જુના બકરી ચોરીના કેસમાં 58 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે પોલીસે આ અંગેની માહિતી આપી હતી. ચાની એસ્ટેટમાં કામ કરતા બચ્ચું કૌલ સામે કાયમી ધરપકડના વોરંટ પર કાર્યવાહી કરતાં પોલીસે શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ત્રિપુરાના મહાખાલીપરા ટી એસ્ટેટ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બચ્ચુંને ટ્રાયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે અને અમે સાત દિવસની તેની કસ્ટડી મેળવીશું. તેમણે કહ્યું કે બચ્ચુંએ 1978 માં તેના પિતા મોહન કૌલ સાથે પશ્ચિમના ત્રિપુરા જિલ્લાના રાનીર બજારથી બકરીની ચોરી કરી હતી. બંને પિતા-પુત્રને ફરાર જાહેર કર્યા હતા. તેના પિતાનું 18 વર્ષ પહેલા અવસાન થયું હતું. પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે “1978 માં બકરીની કિંમત 45 રૂપિયા હતી અને હાલની તુલનામાં આજે બકરીની કિંમત 3,000 ની આસપાસ છે.”

READ ALSO

Related posts

ગેરલાયક જ ગણાશે કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો, પરંતુ સુપ્રિમ કોર્ટે પેટાચૂંટણી લડવાની આપી પરવાનગી

Mansi Patel

બે છોકરા બોલાવી ડાયરેક્ટરે રેપ સીન કરવા કહ્યું અને રૂમમાં…આ એક્ટ્રેસે જણાવી આપવીતી

Bansari

UPSC ઈન્ટરવ્યુમાં પુછ્યું કે નબળી અંગ્રેજી સાથે કેવી રીતે ચલાવશો પ્રશાસન, મળ્યો આ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!