GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

‘બઢતી કા નામ સર્દી’ : સૌરાષ્ટ્રમાં કડકડતી ટાઢ શરુ, કચ્છમાં કોલ્ડવેવ, નલિયા 5

સૌરાષ્ટ્રમાં ફરી કડકડતી ઠંડીનો દૌર શરુ થયો છે અને આજે તાપમાનમાં વધુ ઘટાડા સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ ૧૧.૭ સે.તાપમાને સૌથી ઠંડુ શહેર રહ્યું હતું તો ગુજરાતમાં સૌથી વધુ ઠંડી જ્યાં નોંધાય છે તે નલિયામાં તાપમાનનો પારો ૫.૨ સે.સુધી નીચે ઉતરી ગયો હતો. કચ્છમાં આવતીકાલે પણ કોલ્ડવેવ જારી રહે તેવી આગાહી કરાઈ છે.

જામનગરમાં આજે ૧૩.૫ સે.તાપમાને ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. જુનાગઢમાં પણ પારો ગગડીને ૧૩.૧ સે. અને ગીરનારમાં તો તાપમાન ૧૦ સે.નીચે ઉતરી ગયો હતો અને લોકોએ કડકડતી ટાઢનો અનુભવ કર્યો હતો. અન્ય શહેરોમાં અમરેલી ૧૨.૫, સુરેન્દ્રનગર ૧૪ અને દરિયાકાંઠા નજીકના સ્થળો કે જ્યાં સામાન્ય રીતે ઠંડી ઓછી હોય ત્યાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. જેમાં પોરબંદર ૧૩, ભાવનગર ૧૪.૬, વેરાવળ ૧૬.૪, દેવભુમિ દ્વારકા ૧૫.૭, દિવ, ૧૫.૮, મહુવા ૧૩.૭ સે. ન્યુનત્તમ તાપમાન નોંધાયું છે.

કચ્છમાં નલિયામાં ધુ્રજાવી દેતી તીવ્ર ટાઢ ઉપરાંત ભૂજ ૧૦, કંડલા ૧૧.૨ સે.સાથે સમગ્ર કચ્છમાં શીતલહર ફરી વળી હતી.એકંદરે ઉત્તર-પૂર્વ દિશાના પવન વચ્ચે ભેજનું પ્રમાણ સવારે ૭૦ ટકા આસપાસ  પણ સાંજે ઘટીને ૩૫ ટકા આસપાસ રહેતુ હોય ખાસ કરીને સવારના સમયે તીવ્ર ટાઢનો અનુભ થયઈ રહ્યો છે.

હવામાન ખાતા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ૨થી ૩ સે.સુધી ઘટાડો થવા સાથે વધુ કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. ત્રણ દિવસ સુધી ઠંડીનો આ દૌર ચાલુ રહેશે પણ તા.૩૦  ડિસેમ્બરે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે જેના પગલે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ,વાદળોનું હવામાન ફરી સર્જાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

કોરોનામાં મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને સરકારમાં સફળ કોણ?, ઉદ્ધવ ઠાકરેની નિષ્ફળ કહેતી ભાજપ ગુજરાતની સ્થિતિ પણ જાણે

Dilip Patel

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!