વરસાદની ઋતુમાં બજારમાં લીંબુ ઓછા ભાવે મળે છે. જ્યારે ઉનાળામાં લીંબુ ખૂબ જ ઓછા અને મોંઘા ભાવે મળે છે. આવી સ્થિતિમાં લોકો મોંઘવારીથી બચવા માટે અગાઉથી લીંબુનો સંગ્રહ કરે છે. પરંતુ લીંબુને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાથી, તે બગડવાની સાથે સાથે સુકાઈ જાય છે, તેથી મોટાભાગના લોકો તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. જો તમે પણ વરસાદની સીઝનમાં લીંબુનો સંગ્રહ કરવા માંગો છો, તેની કેટલીક રીતો છે.
લીંબુનો રસ સ્ટોર કરો
જો તમારા ઘરમાં શિકંજીનું સેવન વધારે કરવામાં આવું હોય તો તમે તેનો જ્યુસ સ્ટોર કરી શકો છો. લીંબુનો રસ સંગ્રહવા માટે 1 કિલો લીંબુનો રસ કાઢીને બરણીમાં ગાળી લો. હવે જો તમારો લીંબુનો રસ 500 ગ્રામ છે, તો બરણીમાં 600 ગ્રામ ખાંડ ઉમેરો. લીંબુનો રસ અને ખાંડ સારી રીતે મિક્સ કરો અને કાચની બરણીનું ઢાંકણું બંધ કરીને ફ્રીજમાં સ્ટોર કરો. જ્યારે પણ તમારે શિકંજી પીવાની ઈચ્છા થાય ત્યારે બરણીમાંથી લીંબુનો રસ કાઢીને ઈન્સ્ટન્ટ શિકંજી બનાવીને તેનો આનંદ લઇ શકો છો.
લીંબુને બ્રાઉન પેપરમાં લપેટીને રાખો

લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે બધા લીંબુને સારી રીતે ધોઈ લો અને તેને કોટનના કપડાથી સાફ કરો. હવે તેને બ્રાઉન રંગની પેપર બેગ અથવા ટીશ્યુ પેપરમાં લપેટીને પ્લાસ્ટિકના બોક્સમાં રાખી દો. આ બોક્સને ફ્રીજમાં રાખો અને જરૂર પડે ત્યારે લીંબુનો ઉપયોગ કરો. આ રીતે લીંબુનો સંગ્રહ કરવાથી તે મહિનાઓ સુધી તાજા રહેશે.
લીંબુને મીઠા સાથે રાખો
જો તમે લીંબુને 3-4 મહિના માટે સ્ટોર કરવા માંગો છો, તો લીંબુના ચાર ટુકડા કરી લો અને તેને કાચની બરણીમાં રાખો. ત્યારબાદ તેમાં મીઠું નાખો જેથી લીંબુ ઝડપથી બગડે નહીં. લીંબુને બરણીમાં રાખ્યા બાદ થોડા દિવસો પછી તેનો રંગ બદલાઈ જશે પરંતુ તે ખાવામાં તાજું રહેશે.

લીંબુ પર નાળિયેર તેલ લગાવો
લીંબુને એક કે બે મહિના સુધી તાજા રાખવા માટે, બધા લીંબુ પર નારિયેળનું તેલ સારી રીતે લગાવો અને તેને કાચની બરણીમાં રાખો. નારિયેળ તેલ લગાવ્યા બાદ તેને ફ્રીજમાં રાખો. તેલ લગાવવાથી લીંબુ ઝડપથી બગડતા નથી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં