કોરોનાકાળમાં તમામ લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો ફેરફાર થયો છે. માસ્ક આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. માસ્ક લગાવવાથી આપણે સંક્રમણના જોખમથી બચી શકાય છે. જોકે ઓફિસમાં કલાકો સુધી માસ્ક લગાવી રાખવાના કારણે કાનમાં દુખાવો થાય છે. આ ઉપરાંત સૌથી વધુ તે લોકોને સમસ્યા થાય છે જેઓ ચશ્મા પહેરે છે.
માસ્ક પહેરવામાં પણ સમસ્યા
માસ્ક લગાવવાના કારણે ચશ્મા પર ઝાકળ જામી જાય છે, જેના કારણે કામ કરવામા સમસ્યાઓ થતી હોય છે. આ ઉપરાંત ઠંડીની સિઝનમાં લોકોને હેલ્મેટ સાથે માસ્ક પહેરવામાં પણ સમસ્યા થાય છે. ઘણીવાર તેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. જો તમે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો તો અમે તમારી સમક્ષ તેનાથી છુટકારો મેળવવાના ઉપાય રજૂ કરી રહ્યાં છીએ.
ચશ્મા પર નહીં જામે વરાળ
એક્સપર્ટ્સે જણાવ્યું કે, માસ્ક એરટાઈટ ના હોવાને કારણે ચશ્મા પર વરાળ જામી જાય છે. તેનાથી બચવા તમારે નાક આસપાસ બેન્ડેજ ચિપકાવવી જોઈએ. સમગ્ર વિશ્વમાં આ ઉપાય સારો વિકલ્પ બની ગયો છે. અમેરિકન ડૉક્ટર એમ. હેફરમેને પોતાની એક તસવીર ટ્વિટ કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, ‘જો તમે ચશ્મા અને માસ્ક બંને પહેરવા માગો છો તો આ ઉપાય શ્રેષ્ઠ છે.’ આ સાથે જો તમે માસ્કની દોરીને કાપી ટાઈટ કરી લો તો તેનાથી પણ ઘણી રાહત થશે. હંમેશા પહેલા માસ્ક પહેરો અને પછી ચશ્મા. માર્કેટમાં એન્ટી ફોગ ચશ્મા મળવા લાગ્યા છે, જેનો ઉપયોગ કરવાના કારણે માસ્ક પહેરવા પર ચશ્મા પર વરાળ નહીં જામે.
કાનનો દુખાવો દૂર કરવા અજમાવો આ ઉપાય
માસ્ક પહેરવા પર જો તમને કાનમાં દુખાવો થતો હોય તો તમે માસ્કની દોરીને ક્લિપમાં લગાવી વાળમાં ભરાવી શકો છો. આ રીતે તમારું માસ્ક ઢીલું રહેશે અને તમારા કાનને પણ રાહત મળશે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી