GSTV
Home » News » ખેડૂતો 9મી ફેબ્રુઆરી સુધી ડુંગળી લઇ ન જતા મહુવા : લેવાયો છે આ નિર્ણય, પડશે ધક્કો

ખેડૂતો 9મી ફેબ્રુઆરી સુધી ડુંગળી લઇ ન જતા મહુવા : લેવાયો છે આ નિર્ણય, પડશે ધક્કો

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાને ડુંગળીનું હબ માનવામાં આવે છે. અહીની લાલ અને સફેદ ડુંગળી ખૂબ જ જાણીતી છે. તેમજ અહીથી અન્ય રાજ્યમાં પણ ડુંગળી જાય છે. પ્રાપ્ત માહિતિ અનુસાર મહુવા APMCમાં લાલ કાંદાનો સ્ટોક વધતા તા.6 ફેબુઆરી થી તા.9 ફેબ્રુઆરી ડુંગળીની ખરીદી બંધ રાખવામાં આવી છે.

લાલ કાંદાની 2 લાખ જેટલી થેલીનો સ્ટોક થઈ ગયો

આ અંગે મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીના જણાવ્યા અનુસાર  તા.6 ફેબુઆરી બુધવાર થી તા.9 ફેબુઆરી શનિવાર સુધી લાલ કાંદાની ખરીદી બંધ રાખવામાં આવી છે. આ અંગે ખેડૂતો અને કમિશન એજન્ટોને પણ જાણ કરી દેવામાં આવી છે. જેથી તેમને મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યું હતું કે, લાલ કાંદાની 2 લાખ જેટલી થેલીનો સ્ટોક થઈ ગયો છે. રોજ અંદાજે 50,000 થેલીની હરાજી કરવામાં આવશે. જો કે સફેદ ડુંગળીની ખરીદી તો ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીની એક થેલીમાં 50 કિલો ડૂંગળી હોય છે. આજે લાલ ડુંગળીના પ્રતિ 20 કિલોના ભાવ મહુવા APMCમાં  રૂપિયા 40થી 135 હતા.

માલની આવક છે તેટલું વેચાણ થતું નથી

મહુવાના ડુંગળીના વેપારી જીજ્ઞેશ પંડ્યાએ જણાવ્યુ હતુ કે અત્યારે ડુંગળીની સિઝન છે પરંતુ જેટલા માલની આવક છે તેટલું વેચાણ થતું નથી. માલનો સ્ટોક વધવાનું આ પણ એક કારણ છે. તેમણે જણાવ્યુ હતું કે કે આ વર્ષે સિઝનમાં લાલ કાંદાના ભાવ પ્રતિ 20 કિલોના રૂ. 40 થી રૂ.100ની આસપાસ મળી રહ્યા છે જ્યારે ગત સિઝનમાં ભાવ રૂ.200 થી ઉપર પહોંચી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મહુવામાંથી ડુંગળી પંજાબ, હરિયાણા, બિહાર, યુપી સહિતના રાજ્યોમાં જાય છે. આ વર્ષે ડુંગળીનુ ઉત્પાદન વધુ થયું હોવાથી ભાવ ઓછા  છે.

Related posts

સેમી ફિનાલે શૂટમાં નહીં પહોંચ્યાં કોરિયોગ્રાફર, જાણો શા માટે કર્યો બોયકોટ

Kaushik Bavishi

IMC 2019:જિયો એ રજુ કર્યો નેટિવ વિડીયો કોલિંગ બોટ, બદલાઈ જશે કસ્ટમર કેરની દુનિયા

pratik shah

ઉદ્યોગોનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, બિનખેતીની પ્રક્રિયા થશે સરળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!