કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતથી વતન તરફ જતા લોકોને પોલીસે રોકતા હિજરત કરનારાઓનો આક્રોશ જોવા મળ્યો હતો.અને તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા… હવામાં બે રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હોવાનું બનાય છે. પાંડેસરાના ગણેશ નગર સ્થિત વડોદગામ ખાતેથી પરપ્રાંતીય નો મોટો સમૂહ સમી સાંજે વતન તરફ રવાના થઈ રહ્યો હતો. પાંડેસરા પોલીસની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ વતન તરફ ફરી રહેલા પરપ્રાંતિયોનાઆ સમૂહને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.તેમ છતાં કોઈ માનવા તૈયાર ન થયું અને પોલીસે નાછૂટકે સામાન્ય બળ પ્રયોગ કરતા મામલો બીચકાયો હતો. જોતજોતામાં ભારે લોકટોળુ ઘટના સ્થળે થઈ જતા પરિસ્થિતિ વધુ વણસી હતી.જ્યાં ટોળાએ પીસીઆર વાનને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દેતા મામલો તંગ બન્યો હતો.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ,પીસીબી તેમજ એસઓજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા..પોલીસે 50થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું પણ મનાય છે.. ટોળા દ્વારા ભારે પથ્થરમારામાં ડીસીપી સહિત પીઆઇ ની ગાડીને પણ નુકશાન થયું હતું.જે અંગે પાંડેસરા પોલીસે રાયોટિંગ સહિત જાહેરનામાના ભંગ બાદલ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોક ડાઉન બાદ સરકારે કોઈ પણ વ્યક્તિને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે સૂચના આપી છે અને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.જો કે ધંધા રોજગાર હાલ સ્થિતિને જોતા બંધ થઈ ગયા છે અને પરપ્રાંતિયો આ રીતે પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે.જેને રોકવા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….