GSTV

મૌજપુર અને બ્રહ્મપુરીમાં પથ્થરમારો! કલમ 144 લાગૂ, અસરગ્રસ્ત વિસ્તારમાં સ્કૂલ બંધ

દિલ્હીમાં ફરીવાર સીએએના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો. આજે સવારે મૌજપુર અને બ્રહ્મપુરીમાં પથ્થરમારો કરવામાં આવ્યો. જેથી સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી અને અસરગ્રસ્ત વિસ્તારમાં સ્કૂલ બંધ કરવામાં આવી છે. તોફાની તત્વોએ પાંચ જેટલા પોલીસ વાહનમાં આગચંપી કરી હતી. આગ  ઓલવવા આવેલી ફાયરની ગાડી પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને ફાયર બ્રિગેડની ગાડીને આગને હવાલે કરી દેવામાં આવી હતી.  પથ્થરમારાની ઘટના બાદ મૌજપુર અને બ્રહ્મપુરીમાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે દિલ્હીની આજુબાજુમાં આવેલા તમામ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

  • દિલ્હીઃ મૌનપુર અને બ્રહ્મપુરીમાં પથ્થરમારો
  • સમગ્ર વિસ્તારમાં ૧૪૪ લાગૂ, સ્કૂલ બંધ રાખવા આદેશ
  • પાંચ જેટલા વાહનમાં આગ લગાવવામાં આવી
  • સમગ્ર વિસ્તારમાં પોલીસનો સઘન બંદોબસ્ત

એક હેડ કોન્સ્ટેબલનું મોત

હાલમાં જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ભજનપુરા, અને કરાવલનગરમાં તણાવનો માહોલ સર્જાયો છે. મૌજપુરની હિંસામાં 37 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, શાહદરાના ડીસીપી અમિત શર્માને ગંભીર ઈજા પહોંચી છે જેથી તેમને સીટી સ્કેન માટે લઇ જવામાં આવ્યા છે. એક ACP ગોકુલપુરીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર

ગૃહમંત્રાલયના સૂત્રો મુજબ હાલમાં હાલત કાબૂમાં છે, પરંતુ આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. હાલમાં સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને ગૃહમંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે. જો કે, દિલ્હીના પોલીસ કમિશ્નર હાલમાં પોલીસ કંટ્રોલરૂમાં છે, જેઓ ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પાસેથી સતત વિગતો લઇ રહ્યા છે. સીપી ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકત કરી શકે છે. ઉલ્લેખનય છે કે, જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ષડયંત્રપૂર્વક હુમલાઓ થયા છે.

80 ટકા દુકાનોમાં તોડફોડ કરાઈ

સાથે જ મુસ્તફાબાદમાં નેહરૂ વિહારમાં આમ આદમી પાર્ટીના નગરસેવક મોહમ્મદ તાહિર હુસેનના ઘરમાં ભીડે ભારે તોડફોડ કરી છે. મૌજપુરના મુખ્ય માર્કેટમાં પણ પ્રદર્શનકારીઓએ દુકાનોમાં તોડફોડ કરી છે. લગભગ 80 ટકા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે.

અર્ધલશ્કરી દળ તૈનાત

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી. જ્યારે કે ભજનપુરામાં એક પેટ્રોલ પમ્પને પણ આગ લગાવાવમાં આવી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવી દેવામાં આવ્યા હતા.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari

કોરોના સંકટ :ગુજરાતમાં 55 નવા કેસમાંથી 50 ફક્ત અમદાવાદમાં, આ ત્રણ વિસ્તારો હૉટસ્પોટ

Bansari

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!