GSTV
Home » News » યુવકો પેટમાં દર્દ થતાં તબીબ પાસે ગયા, ડોક્ટરે તેમને પ્રેગનન્ટ જાહેર કરી ટેસ્ટ માટે મોકલી દીધો

યુવકો પેટમાં દર્દ થતાં તબીબ પાસે ગયા, ડોક્ટરે તેમને પ્રેગનન્ટ જાહેર કરી ટેસ્ટ માટે મોકલી દીધો

ઓપરેશન દરમિયાન પેટમાં કાતર કે રૂનો ડૂચો રહી જવાની ઘટનાઓ તમે ઘણી વાંચી હશે. ડૉક્ટરોનું ભૂલકણાપણું અથવા બેદરકારીના આવા કિસ્સા જગજાહેર છે પરંતુ બે પુરુષોને પ્રેગનન્ટ જાહેર કરે એવા ડૉક્ટરો તમે સાંભળ્યા નહીં હોય.

આ કારણે પેટમાં થતો હતો દર્દ

ઝારખંડના સિમરિયા જિલ્લાના ચોરબોરા ગામના એક યુવકને અને બાજુના ગામડાના એક યુવકને એલર્જિક વાનગી ખાવામાં આવી જવાથી કે પછી બીજા કોઇ કારણે પેટમાં દર્દ થતું હતું. આ બંને સરકારી હૉસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા ત્યાં ફરજ પરના ડૉક્ટરે બંનેને કેટલાક ટેસ્ટ કરાવવાની સૂચના આપી.

પેથોલોજિસ્ટ ડૉક્ટરને લાગી નવાઈ

એ ટેસ્ટ કરાવવા બંને યુવકો પેથોલોજી વિભાગના ગયા ત્યારે પેથોલોજિસ્ટ ડૉક્ટર એ જોઇને નવાઇ પામ્યા હતા કે ફરજ પરના ડૉક્ટરે બંનેનો પ્રેગનન્સી ટેસ્ટ કરાવવાની ચિઠ્ઠી લખી આપી હતી. પેથોલોજિસ્ટે બીજા ટેસ્ટ કરી આપ્યા હતા પરંતુ પ્રેગનન્સી ટેસ્ટ કરી આપવાની ના પાડી હતી. ત્યારબાદ બંને યુવકો પોતપોતાને ઘેર પાછા ફર્યા હતા.

ડોક્ટરનો આ છે આરોપ

બંને યુવકોએ પોતાના સગાંસંબંધી અને આડોશપાડોશમાં પ્રેગનન્સી ટેસ્ટની વાત કરી એે સાથે સમગ્ર વિસ્તારમાં ટેન્શન જેવું સર્જાઇ ગયું હતું. જો કે સંબંધિત ડૉક્ટરે એવો આક્ષેપ કર્યો હતો કે આ તો મને બદનામ કરવાનું કાવતરું છે. મારા લખેલા પ્રિસ્ક્રીપ્શન પર કોઇએ ઓવરરાઇટિંગ કર્યું હતું.

આ ડૉક્ટર એ વાતનો ખુલાસો કરી શક્યા નહોતા કે ગામડા ગામના યુવાનો ડૉક્ટરના લખેલા અક્ષરો પર ઓવરરાઇટિંગ શી રીતે કરે અને અંગ્રેજીમાં પ્રેગનન્સી ટેસ્ટ જેવા શબ્દો ડૉક્ટરના હેન્ડરાઇટિંગમાં કેવી રીતે લખી શકે ? 

Read Also

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

વિઝા પુરા થતાં આ મહાશય 540 કિમી તરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પણ…

Pravin Makwana

એક સમયે સલમાન ખાન સાથે નજરે આવી હતી આ ખૂબસૂરત અભિનેત્રી, સાઉથ ફિલ્મનો બનશે હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!