આજે એટલે કે ગુરુવારે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. રામ નવમી નિમિત્તે આજે બજાર બંધ રહેશે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ટ્રેડિંગ માટે 31 માર્ચ એટલે કે શુક્રવાર સુધી રાહ જોવી પડશે. વધુમાં સાપ્તાહિક રજાઓને કારણે શનિવાર અને રવિવાર પણ બજાર બંધ રહેશે.

બુધવારે બજારમાં તેજી જોવા મળી :
અગાઉ બુધવારે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઇનો બેન્ચ માર્ક ઇન્ડેક્સ 346.37 એટલે કે 0.60 %ના વધારા સાથે 57,960 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક તબક્કે 510.48 પોઈન્ટ ઉછળીને 58,124.20 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 129 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના ઉછાળા સાથે 17,080.70 પોઈન્ટ પર બંધ થયો હતો. બ્રોડર માર્કેટમાં, BSE સ્મોલકેપ 1.68 ટકા વધ્યો હતો જ્યારે મિડકેપમાં 1.67 ટકાનો વધારો થયો હતો.
કઈ કંપની કેવા હાલ છે ?
HCL ટેક, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર, NTPC, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેન્સેક્સ કંપનીઓમાં ઉછાળા સાથે બંધ થયા. બીજી તરફ ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ