GSTV
Finance Trending

શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધઃ આ શેરના તૂટ્યા ભાવ

શેરબજાર

શેરબજારમાં મેના છેલ્લા સપ્તાહમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. મેના છેલ્લા સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર ફરી તૂટ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 236 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 54,053 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 89 પોઈન્ટ અથવા 0.55 ટકા ઘટીને 16,125 પર બંધ થયો હતો. જોકે સવારે સેન્સેક્સની શરૂઆત સારી રહી હતી અને તે ગ્રીન સિગ્નલ ઉપર ખુલ્યો હતો.

સવારે ગ્રીન સાંજે રેડ સિગ્નલ

આજે સવારે BSE સેન્સેક્સ 73 પોઈન્ટના વધારા સાથે 54,362 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ 26 પોઈન્ટના વધારા સાથે 16,241 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પરંતુ દિવસના ટ્રેડિંગ સેશનમાં ઉતાર-ચઢાવ બાદ શેરબજાર તૂટ્યું હતું. હવે જો શેર્સ પર નજર કરીએ તો બજાર ખુલતા સમયે 1079 શેરમાં વધારો જોવા મળ્યો હતો, 602 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 91 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

આજના ટોપ ગેઇનર્સ

આજના ટોપ ગેઇનર્સ DRREDY, HDFC, HDFCBANK અને KOTAKBANK છે. જ્યારે ટોપ લુઝર્સમાં TECHM, HINDUNILVR, HCLTECH, NTPC અને TATASTEEL નો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો

HARSHAD PATEL

સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા

Hemal Vegda

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed
GSTV