GSTV
Home » News » આર્થિક મંદીની અસરથી GDP ખેદાનમેદાન, શેરબજારમાં 11 માસનો સૌથી મોટો કડાકો

આર્થિક મંદીની અસરથી GDP ખેદાનમેદાન, શેરબજારમાં 11 માસનો સૌથી મોટો કડાકો

બેંકોનાં વિલીનીકરણની જાહેરાત સાથે આવેલ જીડીપીના આંકડાએ બજારને ખેદાનમેદાન કરી નાંખ્યું છે. મંગળવારના સત્રમાં દલાલ સ્ટ્રીટમાં ભારે તારાજી સર્જાઈ છે. સેન્સેકસ-નિફટી 2-2% નીચે 11 માસના સૌથી મોટા કડાકા સાથે બંધ આવ્યા છે. આજની મંદીમાં સૌથી મોટો ફાળો રિલાયન્સ અને HDFCનો હતો. બન્ને શેર 4-4% તૂટ્યાં હતા. બજારની ખાનાખરાબી વિશે ત્યારે જ સમજાય જ્યારે જોઇએ કે સેન્સેક્સના 31માંથી માત્ર 2 શેર HCL ટેક્નો અને ટેક મહિન્દ્રા જ પોઝીટીવ ઝોનમાં બંધ આવ્યા છે.

ભારતીય ચલણ પણ ધરાશાયી

 • ડોલરની સામે રૂપિયો મંગળવારે 3.35 કલાકે 88 પૈસા નીચે 72.28ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.
 • વૈશ્વિક ઈન્ડેકસમાં સૌથી વધુ ભારતીય બજાર ઘટ્યા.
 • એશિયા અને વિશ્વના બજારમાં સૌથી વધુ ઘટાડો ભારતીય શેરમાર્કેટમાં જ જોવા મળ્યો છે.

બેંક નિફટીના જોરે બજારમાં ભારે વેચવાલી

જીડીપીના નબળા આંકડા બાદ સેન્સેકસ અને નિફટી મંગળવારના સત્રમાં ધરાશાયી થયા છે. સેન્સેકસ 805 અંકોના ગાબડા સાથે 36.527 અને નિફટી 50 ઈન્ડેકસ 240 અંક નીચે 10,783ના લેવલે અંતિમ કલાકમાં ટ્રેડ કરી રહ્યાં છે.

નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ક્વાર્ટરના આર્થિક વિકાસના આંકડા શુક્રવારે બજાર બંધ રહી પછી જાહેર થયા હતા. આ જાહેરાત પછી મંગળવારે ખુલેલા ભારતીય સ્ટોક માર્કેટમાં તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે.

બજારમાં વેચવાલી હજુ પણ વધી

 • સેન્સેક્સ 480 પોઈન્ટ ઘટી 36852
 • નિફ્ટી 143 પોઈન્ટ ઘટી 10879
 • નિફ્ટી બેંક 489 ઘટી 26938
 • સેન્સેક્સની 30માંથી 24 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો
 • બેન્કિંગ અને રિલાયન્સના શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
 • આઈટી કંપનીઓના શેર ડોલર સામે રૂપિયો નબળો પડવાથી વધી રહ્યા છે

સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો

હાજર સોનું: મુંબઈ રૂ.260 વધી રૂ.40,200 અને અમદાવાદ રૂ. 310થી વધી રૂ. 40,100 પ્રતિ 10 ગ્રામ

હાજર ચાંદી રૂ. 980 વધી મુંબઈ ખાતે રૂ. 49,370 અને અમદાવાદ રૂ. 955 વધી રૂ. 49,400 પ્રતિ કિલો

વિશ્વની બજારમાં હાજરમાં સોનું 1524.38 ડોલર પ્રતિ ઔંસ

ન્યુયોર્કમાં કોમેકસ ડીસેમ્બર વાળ્યો 1533 ડોલર પ્રતિ ઔંસ

એમસીએક્સ ઉપર સોનાનો વાયદો રૂ.6 વધી રૂ. 39,092

શેરબજારમાં વેચવાલી વધી

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટી 36931

નિફ્ટી 121 પોઈન્ટ ઘટી 10901

નિફ્ટી બેંક 429 પોઈન્ટ ઘટી 26998

NSE માર્કેટ અપડેટ

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર નવી બાવન સપ્તાહની સપાટીએ 13 શેર જેમાં ઈન્ફોસીસ, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, બાટા અને ટીએસીએસનો સમાવેશ થાય છે.

ડોલર સામે રૂપિયો ગગડ્યો

 • ડોલર સામે રૂપિયો 78 પૈસા કે 1.10%ઘટી 72.19ની સપાટીએ છે. છેલ્લા એક મહિનાથી ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
 • જયારે બાવન સપ્તાહની નીચી સપાટીએ 97 શેર પહોંચ્યા છે.
 • સેન્સેક્સ 1.02% કે 379 પોઈન્ટ ઘટી 36,953ની સપાટીએ છે.
 • નિફ્ટી 1.18% કે 129 પોઈન્ટ ઘટી 10,893ની સપાટીએ છે.
 • સ્મોલ કેપ, મીડકેપ ઇન્ડેક્સ પણ એક ટકા જેટલા ઘટેલા છે.

વાહનોના ઘટી રહેલા વેચાણથી ઓટો કંપનીઓના શેરમાં કડાકો

 • નિફ્ટી ઓટો ઇન્ડેક્સ અત્યારે 0.89% ઘટેલો છે. એકવર્ષમાં ઇન્ડેક્સ 36.89% ઘટ્યો છે.
 • ટાટા મોટર્સ 2.36% ઘટ્યો
 • આઈશર મોટર્સ 2.14% ઘટ્યો
 • અશોક લેલેન્ડ 1.24 % ઘટ્યો
 • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.85% ઘટ્યો
 • મારૂતિ સુઝુકી 0.71% ઘટ્યો
 • દેશમાં વાહનોનું વેચાણ  છેલ્લા 11 મહિનાથી સતત ઘટી રહ્યું છે.

કેન્દ્ર સરકારની PSU બેંકના મેગા મર્જરની બજાર ઉપર નેગેટીવ અસર

 • નિફ્ટીમાં પીએસયુ બેંક ઇન્ડેક્સ 2.25% ઘટ્યો છે. એક વર્ષમાં ઇન્ડેક્સ 26.60% ઘટ્યો છે.
 • કેન્દ્ર સરકારે શુક્રવારે બેંકોમાં મેગા મર્જરની જાહેરાત કરી હતી. આમ છતાં બેન્કિંગ શેરમાં કોઈ ખરીદી જોવા મળી રહી નથી.
 • પંજાબ નેશનલ બેંક 6.16% ડાઉન
 • કેનેરા બેંક 4.51% ડાઉન
 • ઇન્ડીયન બેંક 4.45% ઘટી
 • ઓરિયેન્ટલ બેંક 4.35% ઘટ્યો
 • યુનિયન બેંક 4.16 % ઘટ્યો
 • અલાહાબાદ બેંક 1.56% ઘટ્યો
 • બેંક ઓફ ઇન્ડીયા 1.45% ઘટ્યો
 • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા 1.01% ઘટ્યો
 • બેંક ઓફ બરોડા 0.27 ટકા વધ્યો
 • સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા 1.41 ટકા ઘટ્યો

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!