GSTV
Finance Trending

શેર માર્કેટ / કારોબારીના પ્રથમ દિવસે જ બજારમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારોને બજાર રાતા પાણીએ રોવડાવી રહ્યું છે. ત્યારે આજે ફરી માર્કેટના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં ગાબડું નોંધાયું છે. બજાર બંધ થવાના સમય સુધીમાં સેન્સેક્સમાં 518 પોઈન્ટનો કડાકો બોલી ગયો પરિણામે 61,144 સેન્સેક્સ બંધ થયો હતો જેના પગલે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. જ્યારે નિફ્ટીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને 18,159 અંકો સાથે બંધ થઈ હતી.

જાહેર ક્ષેત્રની બેન્કો, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરોના શેરોમાં સામાન્ય તેજી જોવા મળી હતી જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એનર્જી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો લાલ નિશાને બંધ થયા હતા તેમજ સ્મોલ કેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો હતો.

બજારમાં આજે 3772 શેરનો કારોબાર થયો હતો જેમાં 1517 શેરના ભાવ ઉછાળા સાથે અને 2077 શેરના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા જ્યારે 178 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. 135 શેરના ભાવ નવી ઊંચાઈને સ્પર્શી ગયા છે, જ્યારે 278 શેરમાં અપર સર્કિટ જોવા મળી છે. માર્કેટનું માર્કેટ કેપ ઘટીને રૂ. 280.91 લાખ કરોડ થયું છે.

આ શેરોમાં જોવા મળી તેજી

ભારતી એરટેલ 1.70 ટકા, એક્સિસ બેન્ક 1.22 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.21 ટકા, એચયુએલ 0.76 ટકા, પાવર ગ્રીડ 0.39 ટકા, ટાઇટન કંપની 0.23 ટકા, મારુતિ સુઝુકી 0.19 ટકા, બી.42 ટકા. ટકા, અપોલો હોસ્પિટલ 0.45 ટકા, સિપ્લા 0.19 ટકા, HDFC લાઇફ 0.15 ટકાના વધારા સાથે બંધ થયા છે.

READ ALSO

Related posts

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan

Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં

Hardik Hingu

‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું

Rajat Sultan
GSTV