GSTV

રાતાપાણીએ રોયા/ વૈશ્વિક ફંડના વિકેન્દ્રીકરણના કારણે બજારમાં ધડાકો, 11 લાખ કરોડ ડૂબ્યા

ગ્લોબલ સ્ટોક્સમાં ઝડપી વેચવાલી, કોરોનાના વધતા કેસો અને વિદેશી ફંડમાં ભારે આઉટફ્લોના કારણે શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લા 6 છત્રમાં બજારમાં સતત પછડાટના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ ડૂબી ગઈ છે. આ 6 ધંધાર્થી સત્રોમાં બીએસઈ સેંસેક્સમાં લગભગ 2750 એટલે કે, 7 ટકાનો ધોબીપછાડ ખાવી પડી છે. ગુરૂવારે તે 1100થી વધારે અંક સાથે નીચે આવ્યા બાદ 36,553 પર આવીને અટકી ગયો હતો.

વૈશ્વિક બજારની માઠી અસર થઈ

અમેરિકા અને યુરોપિય બજારોમાં આવેલી વેચવાલીના કારણે ઘરેલૂ શેર બજારમાં ભારે ઘડાકો થયો છે. BSEના 30 ટકા શેર વાળા મુખ્ય ઈંડકેસ્ સેંસેક્સ 1114 ઘટીને 36,553ના સ્તરે બંધ થયો હતો. તો વળી NSEના 50 શેર વાળા ઈંડેક્સ નિફ્ટી 307 અંક સાથે ભારે ધડાકો થયો હતો. નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ ધબડકા બાદ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જો કે, આ ધબડકા બાદ રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. પણ હા..નવા રોકાણથી બચવાની સલાહ આપી છે.

શા માટે શેર બજારમાં થયો ધડાકો-

નિષ્ણાંતોનું કહેવુ છે કે, ગ્લોબલ માર્કેટ FinCEN ખુલાસા બાદ નર્વસ દેખાઈ રહ્યા છે. સાથે જ ગ્લોબલ ગ્રોથની ચિંતા બજારનું ટેન્શન વધારી દે છે. એટલા માટે શેર બજારમાં આવો ધબડકો થયો છે.

નબળી બજાર ધારણાથી બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડી ઘટીને 148.85 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ હતું, જે 16 સપ્ટેમ્બરના રોજ 160.08 લાખ કરોડ રૂપિયા હતું. આઈઆઈએફએલ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ અભિમન્યૂ સોફ્ટે કહ્યુ હતું કે, બજારમાં હજૂ પણ ધબડકો થઈ શકે છે. સ્કોટલેન્ડ અને બ્રિટેને કહ્યુ છે કે, તે લોકડાઉન લગાવવા પર વિચારી રહ્યા છે. શક્યતા છે કે, બીજા પણ દેશો લોકડાઉન લગાવી શકે છએ. જેના કારણે બજારની હાલત વધુ કથળી જશે.

છેલ્લા 6 ક્વાર્ટરમાં ડૂબ્યા પૈસા

છેલ્લા 6 ક્વાર્ટરમાં નિફ્ટીની 49 કંપનીના રોકાણ ડૂબ્યા છે. ઈંડસઈંડ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ભારતી ઈન્ફ્રાટેલના શેરમાં ક્રમશ: 21 ટકા, 19 ટકા, 15 ટકા અને 14.20 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજૂ ફક્ત ડો. રેડ્ડીઝના શેરમાં જ 9.30 ટકાની તેજી જોવા મળી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1136 થઈ તો 1201 થયા સાજા અને 7 લોકોનાં થયા મોત

Mansi Patel

BIG BREAKING: બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમમાં IT રેડ, મળી આવી લાખોની રોકડ

pratik shah

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!