GSTV

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Last Updated on December 2, 2021 by Vishvesh Dave

ગુરુવારે બજાર ધમધમતું હતું અને સેન્સેક્સનિફ્ટી બંને તીવ્ર ઉછાળા સાથે બંધ થયા હતા. ગુરુવારે BSEનો 30 શેરવાળો સેન્સેક્સ ફરી 776.50 પોઈન્ટ અથવા 1.35 ટકાના વધારા સાથે 58 હજારને પાર કરી ગયો છે. ટ્રેડિંગના અંતે, તે 58,461.29 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 234.75 પોઈન્ટ્સ અથવા 1.37 ટકા વધીને 17,401.65 પર બંધ થયો.

સેન્સેક્સ-નિફ્ટી

મજબૂતાઈ સાથે ખુલ્યું હતું બજાર

BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ આજે 39.77 પોઈન્ટ અથવા 0.07 ટકાના વધારા સાથે 57,724.56 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 7.85 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 17,174.75ના સ્તરે ટ્રેડ થયો હતો. શરૂઆતી ઉછાળા સાથે સેન્સેક્સ ટૂંકા ગાળામાં 229 પોઈન્ટ ચઢી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 17,200ને પાર કરી ગયો હતો. ટ્રેડિંગ ડે દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. 

બુધવારે વધારા સાથે બંધ થયું હતું બજાર

BSE સેન્સેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે 619.92 પોઈન્ટ્સ અથવા 1.09 ટકાના વધારા સાથે 57,684.79 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 183.70 પોઈન્ટ અથવા 1.08 ટકા વધીને 17,166.90 પર બંધ થયો હતો.

IPL

ALSO READ

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!